મુખ્ય પ્રધાન કાર્યાલયમાં એકનાથ શિંદે; કેબિનમાં બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનો ફોટો

શિંદે-ફડણવીસ સરકારે વિધાનસભામાં બહુમતી સાબિત કર્યા પછી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે સત્તાવાર રીતે મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો. એકનાથ શિંદે આજે મંત્રાલયમાં મુખ્ય પ્રધાન કાર્યાલય પહોંચ્યા હતા. નવા મુખ્ય પ્રધાનના સ્વાગત માટે કાર્યાલયને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ માટે આજે સવારથી […]

Continue Reading

એકનાથ શિંદેના મુખ્યપ્રધાન બનવા અંગે ફડણવીસે તોડ્યુ મૌન, નાયબ મુખ્યપ્રધાન બનવાને લઇને કહી આ વાત

દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી છે કે તેમને નાયબ મુખ્યપ્રધાન બનવા બદલ કોઇ રંજ નથી. એકનાથ શિંદેના મુખ્યપ્રધાન અને તેમના નાયબ મુખ્યપ્રધાન બનવા અંગે મૌન તોડતા તેમણે કહ્યું હતું કે મેં અનુરોધ કર્યો હતો તો હું મુખ્યપ્રધાન બની શક્યો હોત, પણ અમે વિચારધારા માટે શિવસેનાનો મુખ્યપ્રધાન બનાવ્યો. ફડણવીસે એ પણ દાવો કર્યો હતો કે શિંદેને મુખ્યપ્રધાન […]

Continue Reading

ભાજપ પર ઉદ્ધવ ઠાકરે કર્યા આકરા પ્રહારઃ શિંદે પાસેથી હજુ તો માઈક છીનવાયું છે, હજુ શું છીનવાશે તે ખબર નહીં…

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેની વરણી કરવામાં આવી છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારનું પતન થતાં જ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતાં.

Continue Reading

વિધાનસભામાં ભાષણ આપતી વખતે ઇમોશનલ થયા CM એકનાથ શિંદે

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે સોમવારે વિધાનસભામાં બહુમતી મેળવી હતી. પહેલીવાર CM શિંદેએ વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન શિંદેએ એ ઘટનાને પણ યાદ કરી હતી જયારે તેમની આંખોના સામે દીકરા-દીકરીનુ ડૂબવાથી મૃત્યુ થઇ ગયુ હતું.

Continue Reading

હા EDને કારણે આ સરકાર બની છે…જાણો શા માટે દેવેન્દ્ર ફડણવીસે આમ કહ્યું

આજે શિંદે સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી મેળવી છે. સરકારને164 વિધાનસભ્યનું સમર્થન મળ્યું છે. બહુમતી મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પાછળ કેટલાક સભ્યો ઇડી ઇડી ચિલ્લાવી રહ્યા હતા. એ લોકો સાચુ કહી રહ્યા હતા. ઇ એટલે એકનાથ શિંદે અને ડી એટલે દેવેન્દ્ર ફડણવીસ. ફડણવીસે કહ્યું હતું કે જે સભ્યોએ બહાર રહીને વિશ્વાસ મત પાસ […]

Continue Reading

ગઇ કાલ સુધી ઠાકરે માટે રડતા હતા અને આજે એકનાથ શિંદેના પક્ષમાં જતા રહ્યા, વાત વિધાનસભ્ય સંતોષ બાંગરની….

ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગર સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની મિનિટો પહેલાં એકનાથ શિંદે સાથે જોડાયા હતા અને શિવસેનાને વધુ એક ફટકો પડ્યો હતો. રવિવાર સુધી શિવસેના સાથે રહેલા વિધાનસભ્ય સંતોષ બાગર એકનાથ શિંદેના જૂથમાં સામેલ થઈ ગયા છે. સંમેલન શરૂ થાય તે પહેલા સંતોષ બાંગર એકનાથ શિંદે સાથે દેખાયા હતા. આમ હવે […]

Continue Reading

સીએમ એકનાથ શિંદે 164-99 માર્જિનથી ફ્લોર ટેસ્ટ જીત્યા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ વચ્ચે, નવનિયુક્ત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મહારાષ્ટ્ર સરકારે સત્તામાં રહેવા માટે સોમવારે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન બહુમતી સાબિત કરવાની હતી, જે તેમણે કરી બતાવી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સોમવારે રાજ્ય વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતી ગયા છે. 288 સભ્યોના ગૃહમાં, 164 ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે […]

Continue Reading

શિંદે સરકારની અસલી પરીક્ષા હજુ બાકી! વિધાનસભા સત્ર માટે ગોવાથી મુંબઈ આવવા રવાના થયા શિંદે જૂથના MLA

Mumbai: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) તેમના જૂથના ધારાસભ્યોને લઇને ગોવાથી મુંબઈ આવવા માટે રવાના થઇ ગયા છે. બળવાખોરી બાદથી જ આ વિધાનસભ્યો મુંબઈથી બહાર હતા. હવે આવતી કાલે મહારાષ્ટ્રનું વિધાનસભા સત્ર આયોજિત થવા જઇ રહ્યું છે. આ મુખ્યપ્રધાન એકનાથ શિંદેનું પહેલું અને નિર્ણાયક સત્ર હશે. મહારાષ્ટ્રના રાજ્યપાલે રવિવારે અને સોમવારે બે દિવસીય વિશેષ […]

Continue Reading

Shinde V/S Thackeray: એકનાથ શિંદેને પાર્ટીના તમામ પદોમાંથી હટાવાયા! ઉદ્ધવ ઠાકરેના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે

Mumbai: શિવસેનાના અધ્યક્ષ (President of Shiv Sena) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ એકનાથ શિંદેને શિવસેનાના તમામ પદોમાંથી હટાવી દીધા છે. શિંદેને લખેલા પત્રમાં ઠાકરેએ તેમના પર પાર્ટી વિરોધી ગતિવિધિઓ અને પાર્ટી તોડવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને લખેલા પત્રમાં કહ્યું છે […]

Continue Reading

Maharashtra Speaker Election: BJPના રાહુલ નાર્વેકર સામે MVAએ ShivSenaના રાજન સાળવીને મેદાનમાં ઉતાર્યા

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે જૂથે સાથે મળીને સરકાર બનાવી છે, પરંતુ હવે 3 જુલાઈએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાશે.

Continue Reading