શિંદે જૂથના ધારાસભ્યોને મોટી રાહત, તમામ પક્ષોને જવાબ આપવા માટે સુપ્રીમ કોર્ટે પાંચ દિવસનો સમય આપ્યો

એકનાથ શિંદે જૂથના બળવાખોર વિધાનસભ્યો તરફથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આમાં પહેલી અરજીમાં શિંદે જૂથના 16 ધારાસભ્યોને વિધાનસભા ઉપાધ્યક્ષ દ્વારા અયોગ્ય ઠેરવવાની કાર્યવાહીને પડકારવામાં આવી હતી. આને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઇ હતી. કોર્ટે આગામી સુનાવણી માટેની તારીખ 11મી જુલાઇ આપી છે. સુપ્રીમ કોર્ટના આ વચગાળાના આદેશમાં 16 ધારાસભ્યોને મોટી રાહત મળી ગઇ છે. હવે 11મી જુલાઇ સુધી તેમને અયોગ્ય ઠેરવી શકાશે નહીં.

Continue Reading