આમચી મુંબઈ

કર્મચારીઓ વચ્ચે વિવાદ: રાજધાની ટ્રેન મોડી પડી

મુંબઈ: મધ્ય રેલવેના ભુસાવળ ડિવિઝનમાં વરિષ્ઠ રેલવે અધિકારી અને મુંબઈ વિભાગના એક ટીસી વચ્ચે બેસવાની સીટને લઈને વિવાદ સર્જાતા ટ્રેન મોડી પડી હતી. વિવાદ વધતાં આ અધિકારીએ ટીસીને ધમકી આપી તેના પર નશાની કરી કામ કરવાનો આરોપ મૂક્યો હતો.
બે રેલવે અધિકારીઓ વચ્ચે થયેલા વિવાદને લીધે મુંબઈ-દિલ્હી રાજધાની એક્સ્પ્રેસમાં મુસાફરી કરતાં પ્રવાસીઓને ત્રાસ ભોગવવો પડ્યો હતો. આ વિવાદને લીધે મુંબઈ-દિલ્હી રાજધાની એક્સ્પ્રેસ જળગાવ સ્ટેશનથી ૧૩ મિનિટ મોડેથી રવાના થઈ હતી.
મધ્ય રેલવેના ભુસાવળ વિભાગના એક વરિષ્ઠ અધિકારી શુક્રવારે નાશિક રોડ રેલવે સ્ટેશન નજીક રાઉન્ડ પર નીકળ્યા હતા. આ સ્ટેશન પર રાજધાની ટ્રેન આવતા વરિષ્ઠ અધિકારી આ ટ્રેનના એચ-૧ ડબ્બામાં બેસ્યા હતા, પણ તેમનો પીએનઆર તૈયાર ન કર્યો હતો.
ત્યારબાદ આ ટ્રેન નાશિક રોડ સ્ટેશનથી રવાના થઈ હતી. આ ટ્રેનના એચ-૧ ડબ્બામાં હાઈ કોર્ટના ન્યાયાધીશ પણ હતા. આ ટ્રેનમાં આવેલા ટીસી એ સ્વચ્છતાના કારણને લીધે અધિકારીને ’એ’ ડબ્બામાં જવા કહ્યું હતું. આ ડબ્બામાં ન્યાયાધીશ પણ પ્રવાસ કરતાં હોવાથી તેમનો કોચ સ્વચ્છ કરવા માટે કર્મચારી મોકલવામાં આવ્યા હતાં. આ વાતથી વરિષ્ઠ અધિકારીને ગુસ્સો આવતા તેમણે ટ્રેનમાં હંગામો કરતાં ટ્રેન ૧૩ મિનિટ મોડેથી રવાના થઈ હતી. હવે આ મામલે તપાસ કરવામાં આવશે એવું એક અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two