સુરતમાં લગ્નના દસ જ દિવસમાં લૂંટેરી દુલ્હન ભાગી ગઈ, યુવકનું હાર્ટએટેકથી મોત | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

સુરતમાં લગ્નના દસ જ દિવસમાં લૂંટેરી દુલ્હન ભાગી ગઈ, યુવકનું હાર્ટએટેકથી મોત

સુરતઃ શહેરમાં એક યુવક લૂંટરી દુલ્હનનો ભોગ બન્યા બાદ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. લગ્નની બાધા પૂરી કરવાના બહાને દુલ્હન વડોદરા ગયા બાદ પરત આવી નહોતી. આઘાતમાં યુવકનું હાર્ટએટેકથી મોત થતાં પરિવાર શોકમગ્ન બની ગયો હતો.

શું છે મામલો
સુરતના વરાછામાં રહેતા એક યુવકની પ્રથમ પત્ની 2007માં ગુમ થઈ હતી. યુવકને એક પુત્રી હતી. તેની સારસંભાળ માટે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમણે આ માટે પરિચિતોને વાત કરી હતી. સીમા પટેલ નામની મહિલાએ તેમને મુસ્કાન નામની યુવતી બતાવી હતી. મુસ્કાનના કોઈ સંબંધી નહીં હોવાનું અને પોતે જ તેને મોટી કરી હોઈ લગ્ન માટે 2.21 લાખ આપવાની વાત કરી હતી. બધું નક્કી થયા બાદ કન્યા, તેની કથિત સંબંધી સીમા પટલે, રમેશ વાડદોરીયા અને મનીષ નામનો યુવક આવ્યા હતા અને 9 ડિસેમ્બર, 2024ના રોજ ઘડિયા લગ્ન લેવાયા હતા.

Also read: ગુજરાતમાં ૨૪ કલાકમાં હાર્ટએટેકથી ૧૧નાં મોત

આ સમયે યુવકના પરિવારજનોએ 2.21 લાખ રૂપિયા આપ્યા હતા. લગ્નના 10 દિવસ બાદ સીમાનો ફોન આવ્યો હતો કે બાધા પૂરી કરવા વડોદરા જવાનું છે. વડોદરા ગયા બાદ તે પરત ફરી જ નહોતી. જેથી તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. જેમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને મોત થયું હતું. જેના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

Back to top button