આમચી મુંબઈ

ડેવલપરોને મળી દિવાળી ગિફ્ટ – મુંબઈ મનપાએ ડિફેન્સ લેન્ડની જમીનની આસપાસ વિકાસને મંજૂરી આપી

મલાડ, ઘાટકોપર, કાંદિવલી, ટ્રોમ્બેના અનેક રખડી પડેલા પ્રોજેક્ટ આગળ વધશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડિફેન્સ લેન્ડની આસપાસની જમીનના અટકી પડેલા વિકાસને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે મોટી દિવાળી ગિફ્ટ આપતાં ડિફેન્સની જગ્યાની આસપાસ ૫૦૦ મીટર સુધીની જે વિકાસ કામો પર મર્યાદા હતી તેને ઉઠાવી લીધી છે અને હવે ડિફેન્સની એનઓસી લેવાનું આવશ્યક ન હોવાનું જણાવ્યું હોવાથી મલાડ, કાંદિવલી, ઘાટકોપર, ટ્રોમ્બે વગેરે વિસ્તારના અનેક પ્રોજેક્ટ આડેનો અવરોધ દૂર થયો છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા સરક્યુલર નં. ૧૧૧૨૫માં જણાવ્યા મુજબ ડિફેન્સની જમીનની આસપાસ ૫૦૦ મીટર સુધીના બફર ઝોનમાં આવેલા પ્રોજેક્ટ માટે ડીપી-૧૯૯૧ મુજબ રાખવામાં આવેલી એનઓસીની શરત રદ કરવામાં આવી છે.
અત્યારે ડીપી-૧૯૯૧ મુજબ પાંચસો મીટરના બફર ઝોનમાં કોઈપણ પ્રકારના વિકાસ કામ માટે એનઓસી આપવું આવશ્યક છે. અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૬થી અત્યાર સુધીમાં અનેક વખત ડિફેન્સ દ્વારા એનઓસી નકારી કાઢવામાં આવ્યા છે.
આ પહેલાં ૨૩-૧૨-૨૦૨૨ના રોજ ડિફેન્સ લેન્ડની જમીનની ૫૦ મીટરમાં આવતા બાંધકામ માટેના સરક્યુલરને ૨૩-૦૭-૨૦૨૩ના સરક્યુલરને સ્થગિત કરી નાખવામાં આવ્યો હોવાથી અત્યારના તબક્કે આ સરક્યુલર લાગુ થતો નથી.
આવી જ રીતે નગરવિકાસ ખાતા દ્વારા ત્રીજી નવેમ્બરે મુંબઈ મનપાના કમિશનરને મોકલવામાં આવેલા સરક્યુલરમાં કાંદિવલી અને મલાડના સેન્ટ્રલ ઓર્ડિનન્સ ડેપોની આસપાસની જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં આખા મુંબઈને માટે લાગુ પડે છે અને તેને આધારે ઘાટકોપરમાં આવેલા મટેરિયલ ઓર્ગેનાઈઝેશન ડેપોને પણ આ મંજૂરી લાગુ પડે છે.
આ બાબતનો ઉલ્લેખ કરીને આ સરક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈમાં આવેલા ડિફેન્સના સંસ્થાનોની આસપાસના ૫૦૦ મીટરના બફર ઝોનમાં આવતા વિકાસ કામોને માટે હવે કોઈપણ પ્રકારની એનઓસીની આવશ્યકતા નથી અને આ બાબત ઘાટકોપર માટે પણ લાગુ પડે છે.
ઘાટકોપરમાં અગાઉ એનઓસી નકારવામાં આવી હોય અથવા તો સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવી હોય તેને પણ હવે પરવાનગી આપવામાં આવશે.
કમિશનર ઈકબાલ સિંહ ચહલે ૧૦-૧૧-૨૦૨૩ના રોજ આ સરક્યુલર પર કરેલી ટિપ્પણીમાં સ્પષ્ટ કર્યું છે કે જે પ્રકરણો અત્યારે સુપ્રીમ કોર્ટમાં પડતર છે તેમના કિસ્સામાં લો ઓફિસર સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. બાકીના કિસ્સામાં હવે ડિફેન્સની જમીનની આસપાસના ૫૦૦ મીટરના બફર ઝોનમાં એનઓસીની પરવાનગી આવશ્યક ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

શું થશે ફાયદો?
મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક બાંધકામો ડિફેન્સની એનઓસીને કારણે રખડી પડ્યા છે. હવે એનઓસીની શરત દૂર કરવામાં આવી હોવાથી આ વિસ્તારોમાં ડેવલપમેન્ટને મંજૂરી મળી જશે અને તેને કારણે મોટું લેન્ડ પાર્સલ હવે ડેવલપરોને ઉપલબ્ધ થશે. આને કારણે મુંબઈમાં આગામી વર્ષોમાં મોટા પ્રમાણમાં ઘરો ઉપલબ્ધ થઈ શકશે.

લોકોને શું ફાયદો?
મુંબઈમાં ડિફેન્સ લેન્ડની એનઓસીને કારણે અનેક બાંધકામો રખડી પડ્યા છે. ખાસ કરીને ઘાટકોપરમાં અનેક જૂની ઈમારતોનું રિડેવલપમેન્ટ એનઓસીને કારણે રખડી પડ્યું છે. કેટલેક સ્થળે તો જૂની ઈમારત તોડી નાખવામાં આવી છે અને રહેવાસીઓ રિડેવલપમેન્ટની રાહ જોઈ રહ્યા છે. આ બધા રિડેવલપમેન્ટના કામ હવે આગળ વધી શકશે અને વર્ષોથી પોતાના ઘરની રાહ જોઈ રહેલા હજારો લોકોના સપનાં પૂરા થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral