નેશનલ

મરાઠા અનામત આંદોલન હિંસક બનતાં અંબાડમાં કરફયૂ

ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

છત્રપતિ સંભાજીનગર: એક્ટિવિસ્ટ મનોજ જરાંગે દ્વારા ચલાવવામાં આવી રહેલા અનામત આંદોલનને કારણે નિર્માણ પામેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંબાડા તાલુકામાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો અને મહારાષ્ટ્રના જાલના, છત્રપતિ સંભાજીનગર અને બીડ એમ ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા મારફતે અફવા ન ફેલાય તે માટે ત્રણ જિલ્લામાં સવારે 6:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવામાં આવી છે. સાવચેતીનાં પગલાંરૂપ આ ત્રણે જિલ્લાની સરહદ પણ સીલ કરવામાં આવી હતી. પરવાનગી વિના આંદોલન કરી રહેલા પ્રદર્શનાર્થીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં
આવ્યા હોવા ઉપરાંત સરકારી બસોને હાનિ પહોંચાડવા બદલ બે જણની ધરપકડ કરવામાં આવી હતી.
આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને પ્રદર્શનકર્તાઓેએ એક બસ સળગાવી દીધી હતી.
જાલના કલેક્ટર શ્રીકૃષ્ણ પંચાલે બહાર પાડેલા આદેશમાં જણાવ્યું હતું કે જરાંગેએ મુંબઈ જવાની અને મરાઠા અનામતની માગણીઓને લઈને આંદોલન કરવાની રવિવારે જાહેરાત કરી હતી.
જરાંગે જ્યાં ભૂખ હડતાળ કરી રહ્યા છે તે જાલનાના અંતરવાડી સરાતી ખાતે લોકો એકઠાં થાય તેવી શક્યતા છે.
જરાંગે મુંબઈ આવે તેવા સંજોગોમાં ધૂળે-મુંબઈ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય અને આસપાસના વિસ્તારમાં પણ તેની અસર થાય તેવી શક્યતા હોવાનું બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અંબાડા તાલુકામાં સોમવાર મધરાતથી આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધીનો કરફ્યુ લાદવામાં આવ્યો હોવાનું આદેશમાં જણાવવામાં આવ્યું હતું.
આ આદેશમાંથી સરકારી કાર્યાલયો, શાળાઓ, નેશનલ હાઈવે પરની અવરજવર, દૂધ વિતરણ, મીડિયા અને હૉસ્પિટલોને બાકાત રાખવામાં આવ્યા હોવાનું બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું. જરાંગે રવિવારે રાત્રે અંતરવાડી સરાતીથી નીકળીને નજીકના ભાંભ્રી ગામે પહોંચ્યા હતા. જોકે પ્રદર્શનાર્થીઓ સોમવારે સવારે અંતરવાડી સરાતી પરત ફર્યા હતા અને તબીબી સારવાર લેવાનું શરૂ કર્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…