વેપાર અને વાણિજ્ય

શિકાગો પાછળ ક્રૂડપામતેલ અને સોયા ડિગમમાં સુધારો, વેપાર નિરસ

આયાતી તેલમાં ક્રૂડ પામતેલ અને સોયા ડિગમના ભાવમાં ૧૦ કિલોદીઠ ₹ પાંચનો સુધારો આવ્યો હતો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે બાવીસ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં ખાસ કરીને આયાતી તેલમાં ક્રૂડ પામતેલ અને સોયા ડિગમના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચનો સુધારો આવ્યો હતો, જ્યારે સન ક્રૂડમાં રૂ. ૧૦ ઘટી આવ્યા હતા. જોકે, આજે સપ્તાહના અંતિમ સત્રમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપારો અત્યંત નિરસ રહ્યા હતા. જોકે, આજે ગુજરાતના મથકો પર સિંગતેલ અને વૉશ્ડ કૉટનના ભાવમાં અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૨૫ અને રૂ. પાંચનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિકમાં સાર્વત્રિક સ્તરેથી વેપાર નિરસ હોવાથી ભાવ પર કોઈ અસર નહોતી જોવા મળી.

ગઈકાલે મોડી સાંજે સરકારે આયાતી ખાદ્યતેલની ટેરિફ વૅલ્યૂમાં ફેરફાર કર્યા હતા. જેમાં ક્રૂડ પામતેલની ટેરિફ વૅલ્યૂ જે ટનદીઠ ૮૯૮ ડૉલર (રૂ. ૪૧૪૬) હતી તે વધારીને ૯૦૯ ડૉલર (રૂ. ૪૧૯૭) કરતાં અસરકારક જકાતમાં ટનદીઠ રૂ. ૫૧નો વધારો થયો છે, જ્યારે આરબીડી ઓલિનની ટેરિફ વૅલ્યૂ જે ટનદીઠ ૯૩૭ ડૉલર (રૂ. ૧૦,૫૮૫) હતી તે ઘટાડીને ૯૧૭ ડૉલર (રૂ. ૧૦,૮૧૫) કરતાં અસરકારક જકાતમાં ટનદીઠ રૂ. ૨૩૦નો ઘટાડો થયો છે અને સોયા ડિગમની ટેરિફ વૅલ્યૂ જે ટનદીઠ ૧૦૩૪ ડૉલર (રૂ. ૪૭૭૪) હતી તે ઘટાડીને ૧૦૦૬ ડૉલર (રૂ. ૪૬૪૫) કરતાં અસરકારક જકાતમાં ટનદીઠ રૂ. ૧૩૦નો ઘટાડો થયો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે એકમાત્ર રૂચીએ જ આરબીડી પામોલિનના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૮૨૫ ક્વૉટ કર્યા હતા. આ સિવાય અન્ય કોઈ રિફાઈનરોએ ભાવ નહોંતા ક્વૉટ કર્યા તેમ જ વેપાર પણ નહોતા. જોકે, આજે હાજર અને સેલરિસેલ ધોરણે પણ વેપારનો સદંતર અભાવ રહ્યો હતો.

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૮૨૦, ક્રૂડ પામતેલના રૂ. ૭૮૦, સોયા રિફાઈન્ડના રૂ. ૮૯૦, સોયા ડિગમના રૂ. ૮૫૦, સન રિફાઈન્ડના રૂ. ૮૮૫, સન ક્રૂડના રૂ. ૭૯૦, સિંગતેલના રૂ. ૧૮૫૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૮૯૦ અને સરસવના રૂ. ૧૦૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલ અને વૉશ્ડ કૉટનના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૮૦૦થી ૧૯૨૫માં અને રૂ. ૮૨૦થી ૮૨૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૮૯૦માં થયાના અહેવાલ હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral