નેશનલ

Punjab માં CM અરવિંદ કેજરીવાલનું એલાન, દરેક 14 સીટો પર ઉતારશે ‘AAP’ના ઉમેદવાર

નવી દિલ્હી: Loksabha Election 2024 પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejariwal in Punjab) સતત પંજાબના પ્રવાસે છે. રાજ્યમાં તેમના પ્રવાસ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન ભગવંત માનની સાથે વિવિધ સરકારી યોજનાઓનું લોકાર્પણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના બંને મુખ્યમંત્રીઓ પણ મતોના રૂપમાં મતદારો પાસેથી ‘આશીર્વાદ’ માંગી રહ્યા છે. આ સાથે, તેમણે એ પણ જાહેરાત કરી છે કે પાર્ટી રાજ્યની તમામ બેઠકો પર તેના ઉમેદવારો ઉતારશે.

એક પછી એક રાજ્યમાં INDIA ગઠબંધન માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. વિપક્ષી પાર્ટીઓનું આ ગઠબંધન આગામી લોકસભા ચૂંટણી માટે વિખૂટુ પડી ગયું છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, બિહારમાં નીતીશ કુમાર અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીએ પણ ઉત્તર પ્રદેશમાં 16 સીટોની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે આ ઈન્ડિયા એલાયન્સની યાદી નથી અને ગઠબંધનની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

પંજાબના ખન્નામાં શનિવારે CM અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે આગામી 15 દિવસમાં આમ આદમી પાર્ટી પંજાબની 13 અને ચંદીગઢની એક લોકસભા સીટ સહિત 14 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરશે. વધુમાં તેને કહ્યું કે ‘બે વર્ષ પહેલાં તમે અમને ખૂબ ‘આશીર્વાદ’ આપ્યા હતા અને પંજાબમાં 117માંથી 92 બેઠકો જીતી હતી. આજે હું તમારી પાસેથી હાથ જોડીને બીજો આશીર્વાદ માંગવા આવ્યો છું. 2 મહિના પછી લોકસભાની ચૂંટણી છે. લોકસભા ચૂંટણી માટે પંજાબમાં 13 અને ચંદીગઢમાં એક સીટ છે. આગામી 15 દિવસમાં આમ આદમી પાર્ટી આ 14 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘અમે દિલ્હીમાં ડોર ટુ ડોર રાશન યોજના લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે અમારી યોજના બંધ કરી દીધી હતી. મને ખૂબ દુઃખ થયું, પછી એક રાત્રે ભગવાન મારા સ્વપ્નમાં આવ્યા. ભગવાને મને કહ્યું, અરવિંદ, ચિંતા કરીશ નહીં, સારું કામ કરી રહ્યો છે, તારી રશન યોજના એક ના એક દિવસ અમે જરૂર લાગુ કારવીશું અને ઉપરવાળાએ પંજાબમાં આમ આદમીની પાર્ટીની સરકાર બનાવી દીધી’

આપને જણાવી દઈએ કે INDIA ગઠબંધન હેઠળ પંજાબ માટે બેઠક વહેંચણી (Seat Sharing AAP Congress) અંગેની ચર્ચા હવે સમાપ્ત થઈ ગઈ છે. મીડિયા સાથે વાત કરતી વખતે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું હતું કે સીટ શેરિંગ પર બેઠક દરમિયાન, પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના યુનિટે એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, જેને સીટ શેરિંગ કમિટી દ્વારા પણ લીલી ઝંડી આપવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral Period guidelines for teenage girls