પોતાના જ લગ્નમાં ન પહોંચ્યા એમએલએ: મંગેતરે છેતરપિંડીનો કેસ કરતા હવે લગ્ન કરવા માટે થયા તૈયાર

ઓડિશાની સત્તાધારી પાર્ટી બીજેડીના એમએલએ વિજય શંકર દાસ તેમના જ લગ્નમાં ન પહોંચીને મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. તેમની મંગેતરે તેમની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. હવે એમએલએનું કહેવુ છે કે તેઓ તેમની મંગેતર સાથે 60 દિવસની અંદર લગ્ન કરી લેશે. આટલું જ નહીં મહિલાએ દાવો કર્યો છે કે એમએલએની ફેમિલી તેના પર લગ્ન ન કરવા માટે દબાવ કરી રહી છે. વિજય શંકર દાસ પર પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

Continue Reading

વિરોધનો અગ્નિ ઓલવવાના પ્રયાસો: અગ્નીવીરો માટે અનામતથી લઈને સસ્તી લોનની કેન્દ્ર સરકારની જાહેરાત

સૈન્યમાં ભરતી સંબંધિત ‘અગ્નિપથ’ યોજનાને લઈને દેશભરમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. ઘણા રાજ્યોમાં યુવાનો રસ્તા પર ઉતરીને આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કરતા કરોડો રૂપિયાની જાહેર સંપતિને નુકશાન પહોંચ્યું છે. હવે વિરોધની અગ્નિ શાંત કરવા કેન્દ્ર સરકાર વિવિધ જાહેરાત કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ […]

Continue Reading

અગ્નિપથ યોજનાના વિરોધની અગ્નિ દેશ ભરમાં ફેલાઈ! ૧૧ રાજ્યોમાં હિંસક પ્રદર્શન, બેના મોત અનેક ઘાયલ

સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે લાવેલી અગ્નિપથ યોજનાના વિરોધની અગ્નિ દેશભરમાં ફેલાઈ ગઈ છે. દેશના જુદા જુદા ભાગોમાં યુવાનોના અક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું છે.યુપી-બિહાર અને હરિયાણાથી શરુ થયેલા હિંસક પ્રદર્શનની લહેર તેલંગાણા સુધી ફેલાઈ ગઈ છે. અત્યાર સુધી બે યુવાનોના મોત થયા હોવાની જાણકારી મળી છે, જયારે અનેક ઘાયલ થયા છે. દેખાવાકરો ખાસ કરીને ટ્રેનને […]

Continue Reading

કાશ્મીર મુદ્દે સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી

મુંબઈ: જમ્મુ-કાશ્મીરમાં પંડિતો અને મુસ્લિમ સુરક્ષા દળના જવાનોના ટાર્ગેટ કિલિંગ વચ્ચે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અમુક ફિલ્મોના પ્રચાર કરવામાં વ્યસ્ત હોવાનો દાવો કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. કાશ્મીર ખીણમાં સુરક્ષાની બાબતની ભાજપ અવગણના કરી રહી છે, એવો અહીં ઉપસ્થિત પત્રકાર પરિષદને સંબોધતા તેમણે દાવો કર્યો હતો. શું કાશ્મીરી પંડિતો […]

Continue Reading