કેરળમાં 'African Swine Fever'ના કેસ નોંધાતા ખળભળાટ, પ્રશાસન હરકતમાં | મુંબઈ સમાચાર
નેશનલ

કેરળમાં ‘African Swine Fever’ના કેસ નોંધાતા ખળભળાટ, પ્રશાસન હરકતમાં

ત્રિશુરઃ કેરળના ત્રિશુર જિલ્લાના એક ગામમાં ‘આફ્રિકન સ્વાઈન ફીવર’ના કેસ નોંધાતા ખળભળાટ કેસ નોંધાયા છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. ‘આફ્રિકન સ્વાઈન ફીવર’ એક જીવલેણ અને ચેપી રોગ છે જે પાળેલા અને જંગલી ડુક્કરને પોતાની ઝપટમાં લઇ રહ્યા છે. તે ચેપગ્રસ્ત ડુક્કરના શરીરના પ્રવાહી સાથે સીધા સંપર્કમાં આવ્યા બાદ એક ડુક્કરમાંથી બીજામાં સરળતાથી ફેલાઈ શકે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ત્રિશૂર જિલ્લા મેજિસ્ટ્રેટે ત્રિશૂર જિલ્લાના મદક્કથારા પંચાયતના એક ખાનગી ફાર્મના 310 ડુક્કરને મારી નાખવાનો આદેશ આપ્યો હતો.

એક સત્તાવાર નિવેદન અનુસાર, “વેલિયંથારાના 14મા વોર્ડમાં કુટ્ટાલપુઝા બાબુની માલિકીના ડુક્કરમાં આ રોગની પુષ્ટી થઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લા પશુપાલન અધિકારીઓને ડુક્કરને મારી નાખવા અને દાટી દેવાની સૂચના આપી છે.

તેમણે જણાવ્યું હતું કે ડોકટરો, પ્રાણીઓના નિષ્ણાંતો અને એટેન્ડન્ટ્સની એક ટીમ ડુક્કરને મારવાની પ્રક્રિયામાં સામેલ થશે. અસરગ્રસ્ત ખેતરની એક કિલોમીટરના વિસ્તારને રોગગ્રસ્ત વિસ્તાર તરીકે અને 10 કિલોમીટરના વિસ્તારને રોગ સર્વેલન્સ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

Back to top button