મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું સનસનાટીભર્યુ નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. આજે પણ અનેક વિધાનસભ્યો શિંદે જૂથમાં જોડાયા. બુધવારે રાતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું અને માતોશ્રીમાં જતા રહ્યા હતા. એ વાત અલગ છે કે તેમણે હજી સુધી મુખ્ય પ્રધાન પદ છોડ્યું નથી. હા, તેમણે મુખ્ય પ્રધાન પદ છોડવા માટે શરતી તૈયારી બતાવી હતી.

Continue Reading

પૂરનો સામનો કરવા માટે અમને આવકની જરૂર છે’: આસામની હોટલમાં બળવાખોર મહારાષ્ટ્રના ધારાસભ્યો પર CM હિમંતા

ગુવાહાટી: શિવસેનાના અસંતુષ્ટ નેતા એકનાથ શિંદની આગેવાની હેઠળ મહારાષ્ટ્રના ધારાસભ્યોનું એક જૂથ આસામ પહોંચ્યું અને તેને એક વૈભવી હોટલમાં રાખવામાં આવ્યાના કલાકો પછી, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે તેઓ બધાને આસામની મુલાકાતે આવકારે છે કારણ કે રાજ્યને આવકની જરૂર છે. રાજ્ય વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે.

Continue Reading

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોશિયલ મીડિયા પર મીમ્સ વાઇરલ

મહારાષ્ટ્રમાં રાજ્યસભા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારની હાર થઇ. એ જ પ્રમાણે વિધાન પરિષદની ચૂંટણીમાં પણ ભાજપે પાંચ સીટ જીતી લીધી. આ જીતના હીરો દેવેન્દ્ર ફડણવીસ માનવામાં આવી રહ્યા છે. હજુ તો મહાવિકાસ આઘાડી સરકાર આ ઝટકામાંથી બહાર આવી નથી ત્યાં તો વધુ એક રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન […]

Continue Reading

સુધાર અસ્થાયીરૂપે અપ્રિય લાગી શકે છે, પણ….દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે અગ્નિપથ યોજના વિશે નરેન્દ્ર મોદીનું નિવેદન

દેશભરમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શન અને વિપક્ષની તીવ્ર આલોચના વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે કહ્યું હતું કે સુધારનો માર્ગ આપણને નવા લક્ષ્ય અને નવા સંકલ્પ તરફ લઇ જાય છે. સુધાર અસ્થાયીરૂપે અપ્રિય લાગી શકે છે, પણ સમય સાથે તે લાભદાયક નિવડે છે. શરૂઆતમાં કેટલાક નિર્ણય અપ્રિય લાગી શકે છે, પણ પછી […]

Continue Reading

મહીસાગરમાં ભાજપના કાર્યકર્તાઓની દારૂ પાર્ટી, વિડીયો વાઈરલ થતા હોબાળો મચ્યો

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂનું ગેરકાયદેસર વેંચાણ અને સેવન થાય છે. ત્યારે મહીસાર જીલ્લાના બાકોરમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓની દારૂ પાર્ટીની વિડીયો સામે આવ્યો છે. સત્તાધારી પક્ષ ભાજપના જ કાર્યકતાઓ વિડીયોમાં દેખાતા હોબાળો મચ્યો છે. મળતી માહિત પ્રમાણે વાઈરલ થયેલા વિડીયો બાકોરના સુંદરવનનો છે. વિડીયોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દારૂની મેહેફીલ […]

Continue Reading

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નુપુર શર્મા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર, મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર પર પ્રહાર

West Bangal: હાલમાં ચાલી રહેલા પશ્ચિમ બંગાળના વિધાન સભા સત્રમાં આજે ભારે હંગામો થયો હતો. પશ્ચિમ બંગાળ વિધાન સભામાં મોહમ્મદ પયગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નૂપુર શર્મા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મમતા બેનર્જી સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો જે બહુમતીથી પસાર થતા વિધાનસભામાં હંગામો થયો હતો અને ભાજપના વિધાનસભ્યોએ […]

Continue Reading

PM મોદીએ વાગોળી વડોદરા સાથેની યાદો! ‘વડોદરા માતાની જેમ પ્રેમ આપતુ શહેર છે, આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો અને મારુ લાલનપાલન કર્યુ હતું.’

પાવાગઢ મહાકાળી માંના દર્શન કર્યા બાદ PM નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ વડોદરા એરપોર્ટથી એક ખુલ્લી જીપમાં સવાર થઇ લેપ્રસી મેદાન પહોંચ્યા હતા. તેમણે ખુલ્લી જીપમાંથી તેમની રાહ જોઈ રહેલી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.
PM મોદીએ તેમના હિન્દીમાં આપેલા ભાષણ દરમિયાન વચ્ચે વચ્ચે ગુજરાતીમાં બોલી વડોદરા સાથેની યાદો તાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘વડોદરા માતાની જેમ પ્રેમ આપતુ શહેર છે. કારણ કે આ સંસ્કારની નગરી છે.

Continue Reading

MLC Election પહેલે શિવસેનાની હોટેલ Politics! વિધાનસભ્યોને તાત્કાલિક હોટેલમાં કર્યા શિફ્ટ

Mumbai: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પહેલા શિવસેનાએ ગુરુવારે તેમના વિધાનસભ્યોને પવઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં શિફ્ટ કર્યા છે. નોંધનીય છે કે સપ્તાહ પહેલા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ જીતે એવી શક્યતાઓ વચ્ચે શિવસેનાએ પાણી પહેલા પાળ બાંધવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે મોડી રાત્રે શિવસેનાના વિધાનસભ્યો અને કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે હોટેલ પહોંચ્યા હતાં.

Continue Reading

Prophet Muhammad Row: નુપુર શર્માના નિવેદનને સમર્થન આપનારો સાદ અંસારી કોણ છે?

Mumbai: ભાજપ નેતા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે દેશભરમાં રાજકારણ ગરમાયું છે ત્યારે આ વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. સમગ્ર ઘટના વચ્ચે ભિવંડીના રહેવાસી સાદ અશફાક અંસારીનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે નુપુર શર્માના નિવેદનને સોશિયલ મીડિયા પર સાદે સમર્થન આપ્યું હતું અને તેની પોસ્ટ પળવારમાં વાયરલ થતાં હોબાળો મચ્યો હતો.

Continue Reading

નૂપુર શર્માની તરફેણમાં આવી કંગના! કહ્યું, આ અફઘાનિસ્તાન નથી…

દેશભરમાં ચાલી રહેલા મોહમ્મદ પયંગર વિવાદમાં બોલીવૂડ અભિનેત્રી કંગના રણોટની એન્ટ્રી થઈ છે. નોંધનીય છે કે કંગના તેની ફિલ્મો કરતાં તેના નિવેદનોને કારણે વધુ ચર્ચામાં રહે છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર વિશે ટિપ્પણી કર્યા બાદ ભાજપે તેમને સસ્પેન્ડ કરી નાંખ્યા હતાં. જોકે આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. હવે કંગનાએ નૂપુરના સમર્થનમાં પોસ્ટ શૅર કરી હતી.

Continue Reading