અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, 913 દર્દીઓને સોલા સિવિલમાં દાખલ

અમદાવાદ : ગુજરાતમાં બે ઋતુની અસરના કારણે રોગચાળો વકર્યો છે. જેમાં અમદાવાદમાં શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્સનના કેસમાં વધારો થયો છે. જેમાં સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,145 ઓપીડી નોંધાઈ છે જેમાં 913 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે અને ડેન્ગ્યુના 217 દર્દીઓના ટેસ્ટિંગમાં 50 પોઝિટિવ કેસ નોંધાયા છે, મલેરિયાના 512 કેસ, ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે.
વાતાવરણમાં વધેલા ભેજના પ્રમાણના લીધે લોકો બીમારીનો ભોગ બન્યા
અમદાવાદ શહેરમાં કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓનો વધારો જોવા મળે છે. જેના લીધે લોકોને લાંબી ક્તારમાં બેસવાની ફરજ પડે છે. જેમાં મોટાભાગના દર્દીઓ વાયરલ ફીવરના માલુમ પડ્યા છે. કોર્પોરેશન દ્વારા લોકોને સાવચેતી રાખવા પણ સુચના આપવામાં આવી રહી છે. જયારે શરદીના દર્દીઓને ફરજીયાત પણે માસ્કનો ઉપયોગ કરવા પણ સલાહ આપવામાં આવી રહી છે. વાતાવરણમાં વધેલા ભેજના પ્રમાણના લીધે લોકો બીમારીની ભોગ બની રહ્યા છે.
મચ્છરજન્ય બીમારીથી બચવા સલાહ
આ ઉપરાંત મચ્છરજન્ય બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવ, નદી નાળાં, હવાડા, કેનાલમાં પાણી ભરાયેલ હોય તો તેમાં ગપ્પી માછલી નાખવાની સલાહ આપવામાં આવી છે જેથી કરીને તેનાં થકી મચ્છરના પોરાનો નાશ કરી શકાશે.
આ પણ વાંચો…..અમદાવાદમાં રોગચાળો વકર્યો: બેવડી ઋતુને કારણે વાયરલ, મચ્છર અને પાણીજન્ય રોગોમાં વધારો



