આમચી મુંબઈમનોરંજન

‘મસ્તી’ સ્ટાર KYC ફ્રોડમાં ફસાયો

ટેક્સ્ટ મેસેજ ફ્રોડમાં લાખો રૂપિયા ગુમાવ્યા

ટેક્નોલોજી જેમ જેમ આગળ વધતી જાય છે એમ હાઇ ટેક ગુના અને સાઇબર ક્રાઇમમાં નિરંતર વધારો થતો ગયો છે. આપણે રોજ સાંભળીએછીએ કે ફલાણી વ્યક્તિ સાઇબર ફ્રોડનો શિકાર બની અને તેના ખાતામાંથી પૈસા ઉપડી ગયા વગેરે…. હવે જાણવા મળ્યું છે કે બોલિવૂડ એક્ટર આફતાબ શિવદાસાની સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. તેની સાથે 1.49 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે, જેના માટે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે સાયબર ફ્રોડનો કેસ નોંધ્યો છે.

મુંબઈ પોલીસે મંગળવારે કહ્યું કે આફતાબ શિવદાસાની સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે અને તેના બેંક ખાતામાંથી લગભગ 1.50 લાખ રૂપિયા કપાઈ ગયા છે. આ સમગ્ર છેતરપિંડી એક ટેક્સ્ટ મેસેજથી શરૂ થઈ હતી જેમાં તેને ખાનગી બેંક સાથે સંબંધિત KYC વિગતો અપડેટ કરવાનું કહેવામાં આવ્યું હતું.


આફતાબ શિવદાસાનીએ સાયબર ફ્રોડ વિભાગમાં પણ આ મામલે ફરિયાદ નોંધાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 45 વર્ષીય અભિનેતાને બેંક તરફથી એક સંદેશ મળ્યો હતો જેમાં તેમનું પાન કાર્ડ અપડેટ કરવાનું કહેવામાં આવ્યું હતું અને જ્યારે તેમણે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કર્યું ત્યારે બેંકનું એક નકલી પેજ ખુલ્યું હતું. ત્યારબાદ સાયબર છેતરપિંડી કરનારે આફતાબને અજાણ્યા નંબર પરથી ફોન કરીને તેમનો મોબાઈલ નંબર અને પિન દાખલ કરવાનું કહ્યું હતું. અભિનેતાએ તેમનો પિન દાખલ કર્યો કે તરત જ તેમના બેંક ખાતામાંથી રૂ. 1,49,999 કપાઈ ગયા હતા.


આ ઘટના રવિવારે બની હતી જ્યારે બીજા દિવસે એટલે કે સોમવારે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ અંગે માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે પૈસા કાપ્યા બાદ અભિનેતાએ બેંકના બ્રાંચ મેનેજરને ફોન કર્યો હતો જેણે તેને પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી હતી. બાંદ્રા પોલીસે આઈપીસી અને આઈટીની કલમ 420 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે.


વર્ક ફ્રન્ટ પર આફતાબ શિવદાસાની ‘મસ્તી’, ‘ગ્રાન્ડ મસ્તી’, ‘હંગામા’, ‘આવારા પાગલ દિવાના’ અને ‘1920: એવિલ રિટર્ન્સ’ જેવી ફિલ્મો માટે જાણીતો છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey