મુક્તાનગર નેશનલ હાઈવે પર બ્રિજ સાથે ટ્રક અથડાઈ, ભયાનક અકસ્માતમાં જાનહાની નહીં

મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના મુક્તાઈનગર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભયંકર અકસ્માતો અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. ગત વખતે અહીં દૂધના ટેન્કરનો અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. જે બાદ આ નેશનલ હાઈવે ચર્ચામાં આવ્યો હતો. આ ઘટના બાદ હવે ફરી એક વાર મુક્તાનગર પાસેનો આ નેશનલ હાઈવે ચર્ચામાં આવ્યો છે. અહીં ફરી એક […]

Continue Reading

કોંગ્રેસ નેતાની દીકરીને નડ્યો અકસ્માત, ગુમાવ્યો જીવ

તેલંગણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક રોડ એક્સિડેન્ટમાં કોંગ્રેસ નેતાની સાવકી દીકરીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ પ્રકરણે પોલીસે આપેલી માહિતી અનુસાર શમશા બાદ રંગા રેડ્ડી જિલ્લામાં કોંગ્રેસ નેતા ફિરોઝ થાનની દીકરી તાનિયા કાકડે (25) શમશાબાદ એરપોર્ટ રોડથી પોતાની કારમાં જઈ રહી હતી તે દરમિયાન કારની ડિવાઈડર સાથે જોરદાર ટક્કર થઈ હતી. ઘટનામાં […]

Continue Reading

મુંબઈ-નાશિક હાઈવે પર ખાડાએ લીધો બાઈક સવારનો ભોગ

મુંબઈઃ મુંબઈ-નાશિક હાઈવે પર રંજનોલી નાકા પાસેના રસ્તા પર ખાડાને કારણે એક બાઈક સવારનું મોત થયું હતું. થાણેના ઉલ્હાસ નગરમાં રહેતો 46 વર્ષનો બ્રજેશ કુમાર જાયસવાર રજનોલી નાકાથી બાઈકમાં પસાર થઈ રહ્યો ત્યારે તેણે રસ્તા પરના ખાડાને કારણે સંતુલન ગુમાવતા ખાડામાં પડી ગયો હતો દરમિયાન સામેથી પુરપાટ ગતિથી આવી રહેલા ડમ્પરે બાઈક સવારને કચડી નાંખતાં […]

Continue Reading

પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, બે બસ વચ્ચે અથડામણમાં આઠના મોત, 12 ઘાયલ

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક દર્દનાક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ મુસાફરોના મોત થયા છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. મળતી માહિતી મુજબ, સોમવારે સવારે પૂર્વાંચલ એક્સપ્રેસ લોની કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નરેન્દ્રપુર મદ્રહા […]

Continue Reading

નવ મહિનાની ગર્ભવતી મહિલાને ટ્રકે કચડી, બાળક સુરક્ષિત

યુપીના ફિરોઝાબાદમાં ભલભલાનું કાળજું કંપાવે તેવી ઘટના સામે આવી છે. એક સગર્ભા મહિલાનું દર્દનાક અકસ્માતમાં મોત થયું હતું. જોકે, આ ઘટનામાં એક ચમત્કાર થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, આ અકસ્માતમાં તેનું ગર્ભાશય ફાટી ગયું હતું. એમાંથી બાળકી બહાર રસ્તા પર પાંચેક ફૂટ દૂર જઇને પડી હતી. મહિલાના […]

Continue Reading

ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ સર્જાયો ભીષણ અકસ્માત, ત્રણના મોત બે ઘાયલ

ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર કાર અને ટ્રકની જોરદાર ટક્કર થતાં ત્રણ જણના કરુણ મોત નિપજ્યા છે ત્યારે બે જણને ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતો માટે કુખ્યાત બનેલા ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર છાશવારે પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહે છે અને નિર્દોષ નાગરિકોના પ્રાણ જાય છે આમ છતાં પ્રશાસન આંખ આડા કાન […]

Continue Reading

સંતરામપુરમાં ભારે વરસાદને કારણે મધરાતે મકાન ધરાશાયી થતાં નિંદ્રાધીન દાદી-પૌત્રીના મોત, દાદા ઇજાગ્રસ્ત

Mahisagar: મહીસાગર જિલ્લામાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે સંતરામપુર તાલુકાના કાકરા ડુંગરા વિસ્તારમાં ખેડાપા ગામમાં મકાન ધરાશાયી થતા દાદી અને પૌત્રીનું મોત થયું હતું. દાદાને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકાના ખેડાપા ગામમાં 57 વર્ષીય […]

Continue Reading

મુંબઈમાં સ્પાઈસજેટના એકક્રાફ્ટની ઈમરજન્સી લેન્ડિંગ, 17 દિવસમાં સાત ઘટના

સ્પાઈસજેટની કંડલા-મુંબઈ ફ્લાઈટમાં 23,000 ફૂટની ઉંચાઈ પર વિન્ડશિલ્ડમાં તિરાડ પડતાં મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ડીજીસીએના અધિકારીઓએ એજન્સીને જણાવ્યું હતું કે, 23,000 ફીટની ઉંચાઈ પર વિન્ડશીલ્ડનો બહારનો ભાગ તૂટી ગયો હતો, જેને કારણે વિમાનને તાત્કાલિક મુંબઈમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.

Continue Reading

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ ખીણમાં ખાબકી, શાળાના વિદ્યાર્થીઓ સહિત 16 લોકોના મોતની આશંકા

આજે સવારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. એક ખાનગી બસ શૈનશરથી સાંઈજ તરફ જઈ રહી હતી ત્યારે જંગલા ગામ પાસે ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત 16 લોકોના મોતની આશંકા છે. બસમાં 35 થી 40 લોકો સવાર હતા. આ અકસ્માત સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ થયો હતો. તંત્ર દ્વારા અકસ્માત […]

Continue Reading

અમદાવાદમાં રોડ પર અચાનક પડ્યો વિશાળકાય ભૂવો, યુવક સ્કુટર સાથે ભૂવામાં ખાબક્યો

અમદાવાદમાં ચોમાસા દરમિયાન ભુવા પડવાની ઘટનાઓ બનતી હોય છે જેને કારણે અકસ્માતો સર્જાતા હોય છે, છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય એમ કોઈ કાર્યવાહી કરાતી નથી. આ વર્ષે શહેરમાં હજુ એક જ વાર વરસાદ પડ્યો છે એમાં અમદાવાદ મહાનગરપાલિકા(AMC)ની પ્રી-મોનસુન કામગીરીની પોલ ખુલી પડી ગઇ છે. અમદાવાદમાં બે દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ […]

Continue Reading