ઉત્સવ

સિનેમાની સફર

સાહબ બાથરૂમ મેં હૈ – આશકરણ અટલ

(ભાગ બીજો)
સિનેમામાં અંગના પ્રકાર
ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળોની પ્રશંસા કરે છે, ગાલોની પ્રશંસા કરે છે, આંખોની પ્રશંસા કરે છે વગેરે વગેરે.. આનો અર્થ એવો કરી શકાય કે નાયિકાના અંગોની પ્રશંસા કર્યા વગર તેની પ્રશંસા કરવાનું શક્ય નથી. કેટલાક અંગોની પ્રશંસા વારંવાર કરવામાં આવી છે તો કેટલાક અંગો પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવી છે. ફિલ્મોના ગીતો અને સંવાદોમાં જે રીતે અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે તેની જાણકારી આપણે હવે પછીના ભાગોમાં મેળવીશું.

હૃદય
શરીરવિજ્ઞાન મુજબ હૃદય દરેક વ્યક્તિ માટે મહત્વનું અંગ છે, પરંતુ ફિલ્મ સાયન્સ અનુસાર, તે દરેક માટે જરૂરી નથી. વાસ્તવિક જીવનમાં, દરેક વ્યક્તિ પાસે હૃદય હોય છે, ફિલ્મોમાં તે માત્ર હીરો અને હિરોઇન પાસે હોય છે. , જેથી તેઓ તેની અદલા બદલી કરી શકે છે. ક્યારેક આ હૃદય હીરો કે હિરોઈનના વૃદ્ધ પિતા સાથે પણ મળી આવે છે, જેના વિશે બધાને હાર્ટ એટેક આવ્યા પછી જ ખબર પડે છે.
ફિલ્મનું હૃદય બંધ નથી પડતું, તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. ક્યારેક હૃદયના હજાર ટુકડા થઈ જાય છે. આ બતાવે છે કે પ્રથમ તો ફિલ્મી હૃદય ઘણું મોટું છે અને બીજું, હૃદયના ટુકડા અહીં-ત્યાં વિખરાઈ ગયા પછી પણ વ્યક્તિ હૃદય વિના જીવી શકે છે. જો ક્યારેય કોઈ હીરો તેના હૃદયથી મજબૂર થઈ જાય છે અને ત્યારબાદ આપણને ખબર પડે છે કે હ્રદયને હાથ પણ હોય છે.
અસલી હૃદય ફ્ક્ત લોહી શુદ્ધ કરવાનું કામ કરે છે, પરંતુ ફિલ્મી હૃદય અનેક પ્રકારના કામ કરે છે. તે બોલે છે, યાદ કરે છે, તડપે છે, ઊડે છે, ગીતો ગાય છે વગેરે વગેરે..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”