યુએસ ટ્રેડ ડીલના આશાવાદે શેરબજારના માર્કેટ કેપમાં રૂ. ૨.૫૫ લાખ કરોડનો વધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સતત છઠ્ઠા સત્રની આગેકૂચમાં આઈટી અને કેપિટલ ગુડ્સ શેરો સર્વાધિક વધ્યા હતા, જ્યારે ઓટો શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જના માર્કેટ કેપમાં રૂ. ૨.૫૫ લાખ કરોડનો વધારો નોંધાયો હતો. બુધવારે બીએસઈ સેન્સેક્સ ગત મંગળવારના ૮૦,૭૮૭.૩૦ના બંધથી ૩૨૩.૮૩ પોઈન્ટ્સ (૦.૪૦ ટકા) વધ્યો હતો.
સેન્સેક્સની ૧૯ સ્ક્રિપ્સ વધી હતી, જ્યારે ૧૧ સ્ક્રિપ્સ ઘટી હતી. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૮૪ ટકા ઘટ્યો અને બીએસઈ સ્મોલકેપ ૦.૭૨ ટકા વધ્યો હતો. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૯ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ સ્થિર રહ્યો હતો.
સેન્સેક્સ ૮૧,૫૦૪.૩૬ ખૂલીને ઊંચામાં ૮૧,૬૪૩.૮૮ સુધી અને નીચામાં ૮૧,૨૩૫.૪૨ સુધી જઈને અંતે ૮૧,૪૨૫.૧૫ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪૫૩.૯૦ લાખ કરોડથી રૂ. ૨.૫૫ લાખ કરોડ વધીને રૂ. ૪૫૬.૪૫ લાખ કરોડ રહ્યું હતું.
આ પણ વાંચો: યુએસ ચીન ટ્રેડ વોર વચ્ચે ભારતને થશે ફાયદો, એર ઈન્ડિયા 10 બોઇંગ ખરીદવાની તૈયારીમાં
સેકટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ ફોકસ્ડ આઈટી ૨.૫૨ ટકા, આઈટી ૨.૪૮ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૮૮ ટકા, ટેક ૧.૫૯ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૨ ટકા, રિયલ્ટી ૧.૧૫ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૭૬ ટકા, બેન્કેક્સ ૦.૬૮ ટકા અને એફએમસીજી ૦.૫૮ ટકા વધ્યા હતા, જ્યારે ઓટો ૧.૨૧ ટકા, કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૫૧ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૨ ટકા અને ટેલિકોમ્યુનિકેશન ૦.૧ ટકા ઘટ્યા હતા.
એક્સચેન્જમાં ૪,૨૮૧ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૯૯૪ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૧૩૦ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૫૭ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૪૪ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૫૮ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. નવ સ્ટોક્સને ઉપલી જ્યારે આઠ સ્ટોકને નીચલી સર્કીટ લાગી હતી.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૨૦૧.૧૭ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૧,૦૨૭ સોદામાં ૧,૨૩૦ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૩૩,૧૦,૧૪૭ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૧,૫૭,૧૩,૭૭૩.૪૯ કરોડનું રહ્યું હતું.