ચીન પર 100 ટકા ટેરિફની જાહેરાત સાથે જ અમેરિકન શેરબજારમાં મોટો ઘટાડો | મુંબઈ સમાચાર
શેર બજાર

ચીન પર 100 ટકા ટેરિફની જાહેરાત સાથે જ અમેરિકન શેરબજારમાં મોટો ઘટાડો

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન પર 100 ટકા ટેરિફની જાહેરાત બાદ અમેરિકન શેરબજાર વોલ સ્ટ્રીટમાં શુક્રવારે અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. જેના લીધે રોકાણકારોમાં ભય જોવા મળ્યો છે. ડાઉ જોન્સ 600 અંક તુટ્યો હતો. જયારે એસએન્ડપી 500માં 2 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. જે એપ્રિલ બાદનો સૌથી મોટો ઘટાડો છે.

મોટી ટેક કંપનીઓના શેરમાં પણ ઘટાડો

જેમાં વોલ સ્ટ્રીટમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 598 પોઇન્ટ ઘટ્યો હતો. જે દિવસ દરમિયાન 644 પોઇન્ટ જેટલો ઘટ્યો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 2.6 ટકાવધુ ઘટ્યો હતો. એસ એન્ડપી 500 માં દર પાંચમાંથી લગભગ ચાર શેર ઘટ્યા હતા. જેમાં નવેડા અને એપલ જેવી મોટી ટેક કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ટેરિફ વોરની શરુઆત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ટેરિફ વોરની શરુઆત કરી છે. જેમાં આ વખતે ચીને અમેરિકી ઉદ્યોગને જરૂરી ખનીજની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. જેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ ચીન પર લગાવવામાં આવેલા ટેરિફ ઉપરાંત લગાવવામાં આવશે. તેમજ તેનો અમલ 1 નવેમ્બરના રોજથી કરવામાં આવશે.

આ પણ વાંચો…શેરબજારમાં ચાર સત્રની આગેકૂચને બ્રેક, નિફ્ટી ફરી ૨૫,૦૦૦ તરફ પાછો ફર્યો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button