શેરબજારની નબળાઈનું કારણ વાઇરસ નથી તો શું છે? જાણો આજનું કારણ
નીલેશ વાઘેલા
મુંબઇ: સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે નીચા ખુલ્યા હતા,અને સવારના જ સત્રમાં બેન્ચમાર્ક સેન્સેકસ ૫૦૦ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો. અત્યારે સેન્સેકસ ૬૦૦ પોઇન્ટ નીચે ટ્રેડ થઈ રહ્યો છે.
અમેરિકાના અર્થતંત્રની મજબૂતીના સંકેત શેરબજારની નબળાઈનું કારણ બની રહ્યા છે. એશિયન બજારોનું સેન્ટિમેન્ટ અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પછી ડહોળાયું છે, કારણ કે મજબૂત યુએસ આર્થિક ડેટાએ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની સંખ્યમાં ઘટાડો થવાની શક્યતામાં વધારો કર્યો છે.
આમ તો ચીની એમએચપીવી વાઇરસને કારણે પણ બજારનું માનસ ખોરવાયું છે, જો કે તાત્કાલિક અસર અમેરિકાના ડેટાની થઈ છે.
આ પણ વાંચો: Stock Market : શેરબજારમાં હજુ પણ અમદાવાદ અને મુંબઈનો દબદબો યથાવત, જાણો વિગતે…
આ જ કારણે અન્ય એશિયન બજારોના નબળા વલણને પગલે બુધવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો નીચા મથાળે અથડાઈ રહ્યા હતા, કારણ કે યુએસ સકારાત્મક આર્થિક ડેટાએ મજબૂત અર્થતંત્રનું સૂચન કર્યું છે અને તેને પરિણામે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની સંખ્યાના ઘટાડાની અપેક્ષાઓને વધુ મજબૂત બનાવી દીધી છે.
સવારના ખુલતા સત્રમાં સેન્સેક્સ 422 પોઈન્ટ ઘટીને 77,781 પર હતો, જ્યારે નિફ્ટી50 120 પોઈન્ટ ઘટીને 23,587 પર સવારે 10:30 વાગ્યે ટ્રેડ થઈ રહ્યો હતો.
તાજેતરના ડેટા પરથી જાણવા મળ્યું છે કે યુએસ સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિ ડિસેમ્બરમાં વધી હતી, જ્યારે નવેમ્બરમાં રોજગાર સર્જનમાં વધારો થયો છે. યુએસ અર્થતંત્રમાં આ મજબૂતાઈ સૂચવે છે કે ફેડરલ રિઝર્વ 2025માં વ્યાજ દરમાં ઘટાડો કરવાની ઝડપ ઘટાડી શકે છે.
આ પણ વાંચો: Stock Market Crash : ભારતમાં ચીનના HMPV વાયરસની એન્ટ્રીથી શેરબજાર ક્રેસ, 8 લાખ કરોડનું ધોવાણ…
સીએમઈ ફેડવોચ ટૂલ અનુસાર, ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષિત બે વખતના રેટ કટને સ્થાને, 2025માં માત્ર એક જ રેટ કટની સંભાવનાને બજારો રીએક્ટ કરી રહ્યા છે.
ફેડરલ રિઝર્વએ અગાઉ આ વર્ષ માટે બે રેટ કટનો સંકેત આપ્યો હતો, જે શરૂઆતમાં અપેક્ષિત સંખ્યા કરતાં કરતાં અડધો છે. હવે જો તેને સ્થાને એક જ વખત વ્યાજદરમાં ઘટાડો કરશે તો ગ્લોબલ ઇકવિટી માર્કેટના માનસ પર વધુ નકારાત્મક અસર જોવા મળશે.