
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારની એકધારી પડતી વચ્ચે રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાયા છે. નિફ્ટી ૨૮થી ૩૦ વર્ષ પછી સતત પાંચ મહિના સુધી નેગેટિવ ઝોનમાં ગબડ્યો છે. જોકે આ બધા વચ્ચે અમુક શેરમાં પણ રોકાણકારોને પારાવાર નુકસાન થયું છે, જેમનો એક શેર ટાટા મોટર્સમાં લગભગ બે લાખ કરોડ સાફ થઈ ગયા છે.
વિદેશના ચાવીરૂપ બજારોમાં જેગુઆર લેન્ડ રોવર (જેએલઆર)ની નબળી માંગ અને વ્યાપારી વાહનો તથા ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં સ્થાનિક વેચાણની ચિંતાને કારણે ટાટા મોટર્સના શેરમાં 44 ટકાનો કડાકો બોલાઈ ગયો છે.
નોંધવું રહ્યું કે ટાટા મોટર્સની રેવન્યુમાં જેગુઆર લેન્ડ રોવરની વેચાણનું યોગદાન ખૂબ મહત્વનું છે અને અન્ય ઇલેક્ટ્રિક વાહનો પણ હરીફાઈમાં આવી રહ્યા છે. કંપનીની આવકમાં જેએલઆરની નિકાસ આવક ખૂબ મહત્વની છે.
જોકે, કંપની ટૂંકા ગાળાના પડકારોનો સામનો કરી રહી હોવા છતાં, વિશ્લેષકો રૂ. 930-935ની ટાર્ગેટ પ્રાઈસ સાથે રિકવરીની સંભાવના ભાખી રહ્યા છે.
શેરબજારમાં તાજેતરના કડાકાના દોરમાં ટાટા મોટર્સ સૌથી ખરાબ પ્રદર્શન કરનાર નિફ્ટી 50 સ્ટોક તરીકે ઉભરી આવ્યો છે, તેના શેર જુલાઈ 2024માં રૂ. 1,179ની ટોચથી અંદાજે 44 ટકાના કડાકા સાથે હાલમાં રૂ. 661.75ના સ્તર પર પહોંચી ગયા છે.
આ પણ વાંચો…અરે બાપરે… આ ત્રણ અરબોપતિની સંપત્તિમાં નોંધાયો ઘટાડોઃ જૂઓ કોણ છે જેની સંપત્તિને અસર નથી થઈ
આને પરિણામે ટાટા મોટર્સના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 1.9 લાખ કરોડનું ધોવાણ થયું છે. ચીન અને યુકે જેવા મુખ્ય બજારોમાં જગુઆર લેન્ડ રોવરની નબળી માગને કારણે રોકાણકારોમાં આ શેર માટેના સેન્ટિમેન્ટમાં ખાંચરો પડતા તેના શેરના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે.
યુરોપિયન બનાવટની કાર પર યુએસના સંભવિત આયાત ટેરિફ અંગેની ચિંતા પણ શેરમાં સતત વેચવાલી અને પીછેહઠનું મહત્વનું કારણ છે. સ્થાનિક બજારમાં જોઇયેબતો મધ્યમ અને ભારે સેગમેન્ટના કમર્શિયલ વ્હિકલનાવેચાણમાં નરમાઈ અને અન્ય કંપનીઓ તરફથી ઇલેક્ટ્રિક વ્હિકલની વધતી સ્પર્ધાને કારણે વધુ દબાણ આવી રહ્યું છે.