શેરબજારમાં ટ્રમ્પના સ્ટેટમેન્ટની ઝાઝી અસર ના થઇ | મુંબઈ સમાચાર
શેર બજાર

શેરબજારમાં ટ્રમ્પના સ્ટેટમેન્ટની ઝાઝી અસર ના થઇ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ:
ટ્રમ્પ અને મોદીના વિધાનોથી ટેરિફની આફત હળવી થવાની આશા વચ્ચે પ્રારંભમાં સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે, તે છેલ્લા એક કલાકની વેચવાલીમાં ધોવાઇ ગયો હતો. જીએસટીના ધરખમ ફેરફારની બજાર પર જોઇએ એવી અસર વર્તાઇ નથી. જીએસટીના લાભ છતાં ટેરીફની અસરને કારણે સાવચેતીનું માનસ રહ્યું હતું.

અહેવાલ અનુસાર ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ભારત ખાસ સંબંધ ધરાવે છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી, ત્યારબાદ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો કે તેમણે તેઓ આ ટિપ્પણીને દિલથી આવકારે છે અને સંપૂર્ણપણે તેનો સ્વીકાર કરે છે. વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે, ખાસ કરીને તાજેતરની ટેરિફ જાહેરાતો પછી, નિવેદનોના આદાનપ્રદાનથી વેપાર તણાવ ઓછો થવાની આશા જાગી છે.

આપણ વાંચો: શૅરબજારે સંવત ૨૦૮૧માં અનેક પડકારો પાર કરવા પડશે, વિશ્ર્વયુદ્ધના ભણકારા વચ્ચે સેન્ટિમેન્ટમાં સાવચેતી રહેશે

બજારના સાધનોએ જણાવ્યું હતું કે, નીતિગત સુધારાઓ અને સહાયક સ્થાનિક પરિબળો અંગે આશાવાદ હોવા છતાં, બજારો કોન્સોલિડેશન તબક્કામાં પ્રવેશી રહ્યા હોય તેવું લાગે છે, જે ટેરિફ ચિંતાઓ અને સતત વિદેશી સંસ્થાકીય આઉટફ્લોને કારણે છે.

એફઆઇઆઇની એકધારી વેચવાલી પણ સેન્ટિમેન્ટ બગાડી રહી છે. એક્સચેન્જ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૧૩૦૪.૯૧ કરોડના ઇક્વિટી વેચ્યા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૧૮૨૧.૨૩ કરોડના શેર ખરીદ્યા હતા.

આપણ વાંચો: જીએસટીના બુસ્ટરથી સેન્સેક્સ ૧૧૭૦ પોઇન્ટ ઊછળ્યો, જાણો બીજા ક્યા કારણો છે?

ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૮૮ ટકા ઘટીને ૬૬.૭૩ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. શુક્રવારે, સેન્સેક્સ ૭.૨૫ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકા વધીને ૮૦,૭૧૦.૭૬ પર અને નિફ્ટી ૬.૭૦ પોઈન્ટ અથવા ૦.૦૩ ટકા વધીને ૨૪,૭૪૧ પર બંધ થયો હતો.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે તાતા મોટર્સ 3.97 ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર 3.96 ટકા, મારુતિ 2.32 ટકા, અદાણી પોર્ટ્સ 2 ટકા, તાતા સ્ટીલ 0.72 ટકા, બજાજ ફાઈનાન્સ 0.70 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.66 ટકા વધ્યા હતા, જ્યારે ટ્રેન્ટ 3.81 ટકા, એશિયન પેઈન્ટ 1.90 ટકા, એચસીએલ ટેકનોલોજી 1.21 ટકા, ટેક મહિન્દ્ર 1.13 ટકા, લાર્સન 0.99 ટકા, તાતા કન્સલ્ટન્સી 0.96 ટકા, પાવર ગ્રીડી 0.91 ટકા, સન ફાર્મા 0.82 ટકા, એનટીપીસી 0.62 ટકા, અને ઈન્ફોસિસ 0.58 ટકા ઘટ્યા હતા.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button