શેર બજાર

ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ ખૂલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો

મુંબઈ : ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ આજે ખૂલ્યો છે. ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 1,045 થી રૂપિયા 1,100 નક્કી કરવામાં આવ્યો છે. જેમાં દરેક શેરની ફેસ વેલ્યુ એક રૂપિયો છે. રોકાણકારો 9 જુલાઈ સુધી આઈપીઓમાં રોકાણ કરી શકશે. રોકાણકારો ઓછામાં ઓછા 13 શેર ખરીદી શકશે.

કપૂર ફેમિલી ટ્રસ્ટ રૂપિયા 2,000 કરોડ સુધીના ઇક્વિટી શેર વેચશે

આ આઈપીઓ ઓફર ફોર સેલ છે. જેમાં કપૂર ફેમિલી ટ્રસ્ટ રૂપિયા 2,000 કરોડ સુધીના ઇક્વિટી શેર વેચશે. પાત્ર કર્મચારીઓ માટે કર્મચારી અનામત ભાગમાં પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા 104 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ આઇપીઓ ગ્રે માર્કેટમાં રૂપિયા 30ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.

કંપની એરપોર્ટ ટ્રાવેલ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ અને લાઉન્જ સેકટરમાં કાર્યરત

ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડ ઝડપથી વિકસતા ભારતીય એરપોર્ટ ટ્રાવેલ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (ટ્રાવેલ QSR) અને લાઉન્જ સેક્ટરમાં કાર્યરત છે. જે ભારત, મલેશિયા અને હોંગકોંગના એરપોર્ટ પર ટ્રાવેલ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ અને લાઉન્જ બિઝનેસ ચલાવે છે. આ ઉપરાંત ભારતમાં નવ હાઇવે પર ટ્રાવેલ QSR છે.

127 ભાગીદાર અને ઇન-હાઉસ બ્રાન્ડ્સનો સમાવેશ

તેનો ટ્રાવેલ QSR બિઝનેસ ગ્રાહકોને વિવિધ પ્રકારના ફૂડ અને બેવરેજ બિઝનેશ ચલાવે છે. તેના F&B બ્રાન્ડ પોર્ટફોલિયોમાં 31 માર્ચ, 2025 સુધીમાં 127 ભાગીદાર અને ઇન-હાઉસ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. તેનો લાઉન્જ બિઝનેસ એરપોર્ટ ટર્મિનલ્સના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે જે મુખ્યત્વે ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસ મુસાફરો, એરલાઇન લોયલ્ટી પ્રોગ્રામના સભ્યો, પસંદગીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકો અને અન્ય લોયલ્ટી પ્રોગ્રામના સભ્યો દ્વારા ઍક્સેસ કરવામાં આવે છે.

જેમાં 31 માર્ચ 2025 સુધીમાં TFS ભારતના 14 એરપોર્ટ, મલેશિયાના 3 એરપોર્ટ અને હોંગકોંગના એક એરપોર્ટ પર બિઝનેસ ધરાવે છે. ભારતના 14 એરપોર્ટમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઈ સામેલ છે.

આ પણ વાંચો…કવર સ્ટોરી : શેરમાર્કેટમાં ગાજ્યા આઇપીઓ વરસ્યા નહીં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button