શેર બજાર

અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેરબજારની શુષ્ક શરૂઆત; આ સેકટોરલ ઇન્ડેક્સ તૂટ્યા

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેરબજારની શુષ્ક શરૂઆત થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ગ્રીન સિગ્નલમાં અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE) નિફ્ટી રેડ સિગ્નલમાં ખુલ્યો. સેન્સેક્સ 7 પોઈન્ટના વધારા સાથે 74,347 પર ખુલ્યો. જ્યારે, નિફ્ટી 36 પોઈન્ટના ઘટાડા સાથે 22,508 ના સ્તરે ખુલ્યો હતો.

આજે શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સના 30 શેર માંથી 15 શેર ગ્રીન સિગ્નલમાં અને 15 શેર રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 50 શેરોમાંથી 23 શેર ગ્રીન સિગ્નલમાં અને 27 રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં.

શેરબજારમાં ઉતારચઢાવ:
ઓપનીંગ બાદ શેરબજારમાં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી કયારે રેડ સિગ્નલ તો ક્યારેક ગ્રીન સિગ્નલમાં જોવા મળી રહ્યા છે. સવારે 9.57 વાગ્યે સેન્સેક્સ 95 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો હતો, જયારે નિફ્ટી 6 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો હતો.

શેરોમાં વધારો-ઘટાડો:
શરૂઆતના કારોબારમાં નિફ્ટી પેકના શેરોમાં BELમાં 2.18 ટકા, HDFC લાઇફમાં 1.88 ટકા, SBI લાઇફમાં 1.77 ટકા, અદાણી પોર્ટ્સમાં 1.13 ટકા અને હીરો મોટો કોર્પમાં 0.96 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત, ઇન્ફોસિસમાં 1.37 ટકા, શ્રીરામ ફાઇનાન્સમાં 1.03 ટકા, NTPCમાં 0.67 ટકા, HCL ટેકમાં 0.62 ટકા અને ICICI બેંકમાં 0.59 ટકાનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો…Gujarat Politics: મોદી અને રાહુલ ગાંધી એકસાથે ગુજરાત પ્રવાસે, શું થશે કોઈ રાજકીય નવા જૂની?

સેકટોરલ ઇન્ડેક્સ:
સેકટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો નિફ્ટી બેંકમાં 0.35 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 0.24 ટકા, નિફ્ટી FMCGમાં 0.32 ટકા, નિફ્ટી ITમાં 0.83 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.26 ટકા, નિફ્ટી PSU બેંકમાં 0.23 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 0.35 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.19 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.09 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.18 ટકા અને નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમમાં 0.63 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આ ઉપરાંત, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.03 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.30 ટકા, નિફ્ટી મેટલમાં 0.57 ટકા, નિફ્ટી મીડિયામાં 0.78 ટકા અને નિફ્ટી ઓટોમાં 0.57 ટકાનો વધારો થયો હતો..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button