શેર બજાર

જીઓપોલિટિકલ ટેન્શન વધતા બજાર ફરી અથડાઇ ગયું: સેન્સેક્સ અને નિફ્ટી કરતા સ્મોલ કૅપ અને મિડકૅપ શૅરઆંકમાં વધુ સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વના રેટકટની સંભાવનાનો આનંદ ટકે એ પહેલા બજારને જીઓપોલિટિકલ ટેન્શન અને ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા જેવા કારણો મળી જતાં પ્રોફિટ બુકિંગનું દબાણ વધી જવાથી મંગળવારના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં માંડ સ્થિર રહી શક્યા હતા જ્યારે સ્મોલ અને મિડકેપ શેરોમાં સારો સુધારો જોવા મળ્યો હતો.
ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કપાત મૂકવાના સંકેત આપ્યા હોવાની અસર મોજૂદ હોવા છતાં મધ્યપૂર્વના દેસો અને યુક્રેનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વધુ વકરવાની તૈયારીમાં હોવાના અહેવાલોને કારણે સેન્ટિમેન્ટ બગડ્યું હતું.

મીડિયા સ્ટોક્સમાં આઉટપરફોર્મન્સ જોવા મળ્યું હતું જ્યારે, એફએમસીજી, મેટલ્સ શેરોમાં વેચવાલી અને ધોવાણ જોવા મળ્યું હતું. સત્રને અંતે, સેન્સેક્સ ૧૩.૬૫ પોઈન્ટ અથવા ૦.૦૨ ટકા વધીને ૮૧,૭૧૧.૭૬ના સ્તરે અને નિફ્ટી ૭.૨૦ પોઈન્ટ અથવા ૦.૦૩ ટકા વધીને ૨૫,૦૧૭.૮૦ની સપાટીએ સ્થિર થયો હતો. લગભગ ૨૦૩૬ શેર વધ્યા, ૧૭૪૬ શેર ઘટ્યા અને ૮૬ શેર મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા.

આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં કુલ આઠ આઇપીઓ આવી રહ્યાં છે. ટેક્નિકલ સ્પ્રિંગ અને ફાસ્ટર્નર્સ બનાવતી ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગરૂ. ૧૬૮ કરોડના જાહેર ભરણાં સાથે બીજી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૫૦૩થી રૂ. ૫૨૯ નક્કી કરવામાં આવી છે. ફ્રેશ ઇક્વિટી હિસ્સો રૂ. ૧૩૫.૩૪ કરોડનો છે અને ઓફર ફોર સેલ અંતર્ગત રૂ. ૩૨.૫૮ કરોડના શેર ઓફર થશે. કંપની તમિલનાડુમાં નવી ઉત્પાદન સવલત શરૂ કરી રહી છે. ઝી એન્ટરટેન્મેન્ટ એન્ટરપ્રાઇસ અને સોની પિકટર નેટવર્કસ ઇન્ડિયાએ તેમના ૧૦ અબજ ડોલરના મર્જરના ભંગાણ અંગેના વિવાદનો અંત લાવવાની અને તે માટે પરસપ્રના દરેક આરોપ પાછાં ખેંચી લેવાની જાહેરાત કરી છે. બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, લાર્સન એન્ડ ટૂબ્રો, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ ગેઇનર્સની યાદીમાં હતાં. જ્યારે હિંદુસ્તાન યુનિલીવર, જેએસબડલ્યુ સ્ટીલ, ટાઇટન ઇન્ડસ્ટ્રઈઝ, એનટીપીસ અને ટાટા મોટર્સ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા.

નિફ્ટીમાં ટોચના વધનારા શેરોમાં એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, મારૂતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ અને એચડીએફસી લાઇફનો સમાવેશ થાય છે, જ્યારે સૌથી વધુ ઘટનારા શેરોમાં હિંદુસ્તાન યુનિલીવર, જેએસડબલ્યુ સ્ટીલ, ટાઇટન કંપની, ટાટા મોટર્સ અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

સેક્ટરલ ફ્રન્ટ એનર્જી પર, મેટલ અને એફએમસીજી ૦.૫ ટકાથી એક ટકા ડાઉન હતા, જ્યારે બેન્ક, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, આઈટી, રિયલ્ટી, ફાર્મા, મીડિયા ૦.૨ ટકાથી ચાર ટકા વધ્યા હતા. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકા વધ્યા છે.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફિનસર્વ ૨.૦૭ ટકા, મારુતિ ૨.૦૪ ટકા, લાર્સન ૧.૭૧ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૩૭ ટકા, ઈન્ફોસિસ ૧.૨૯ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૯ ટકા વધ્યા હતા, જ્યારે ટાઈટન ૨.૧૯ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૦૧ ટકા, તાતા મોટર્સ ૧.૩૭ ટકા, એનટીપીસી ૧.૨૪ ટકા, આઈટીસી ૧.૦૧ ટકા, પાવર ગ્રીડ ૦.૯૦ ટકા અને રિલાયન્સ ૦.૭૮ ટકા ઘટ્યા હતા. એશિયાઇ શેરબજારોમાં ટોકિયો અને હોંગકોંગ પોઝિટિવ ઝોનમાં સ્થિર થયાં હતા, જ્યારે સિઓલ અને શાંઘાઇ એક્સચેન્જ નેગેટિવ ઝોનમાં ગબડ્યાં હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાછલા સત્રમાં રૂ. ૪૮૩.૩૬ કરોડના શેર ખરીદ્યા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૪ ટકા ઘટીને ૮૦.૭૫ ડોલર બોલાયું હતું.

માર્કેટ માટે હવે તેજી અને મંદીના બંને પ્રકારના પરિબળો મોજૂદ છે. મધ્ય પૂર્વ અને યુક્રેનમાં ભૌગોલિક રાજકીય તંગદીલી વધી રહી હોવાથી ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઇ રહ્યું છે. આ તરફ બ્રેન્ટ ક્રૂડ ૮૧ ડોલરની ઉપર પહોંચી ગયું છે. જોકે, ગ્લોબલ ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને સૌથી મજબૂત ટેકો અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષિત રેટ કટથી મળી રહ્યોે છે, જેનું અનુસરણ આરબીઆઈ સહિત અન્ય કેન્દ્રીય બેંકોને કરશે એવું માનવામાં આવે છે, એમ જણાવતાં જીઓજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમાર કહે છે કે, ભારતીય અર્થતંત્રને હવે દર ઘટાડા દ્વારા નાણાકીય ઉત્તેજનાની જરૂર છે અને આ આગામી નીતિ બેઠકમાં સંભવ છે. એકંદરે શેરબજાર હાલ તેજી પર સવાર છે. વાસ્તવમાં ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરથી વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા ત્યારથી તેજીનો પવન શરૂ થઈ ગયો હતો અને ગ્લોબલ ઇકવિટી માર્કેટમાં તેની અસર વર્તાઈ છે, જે સ્થાનિક બજારમાં પણ દેખાઇ છે. અમેરિકાની ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં રેટ કટનો સંકેત આપ્યો છે, જેને કારણે યુએસ ટ્રેઝરી યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે, રેટ કટના પ્રમાણ અંગે કોઈ સંકેત ન હોવા છતાં વૈશ્ર્વિક બજારોમાં તેજી આવી છે.

ડીઆઇઆઇના સતત મજબૂત પ્રવાહ સાથે એફઆઇઆઇના વલણમાં સકારાત્મકથી નકારાત્મક તરફના ફેરફારને કારણે ભારતીય બજારો ઊંચી સપાટી તરફ આગળ વધી રહ્યાં છે.ત્રીસમી ઓગસ્ટે જૂન મહિનામાં પુરા થયેલા ત્રિમાસિક ગાળાના જીડીપી ગ્રોથના આંકડા જાહેર થવાના છે જે પ્રોત્સાહક હોવાની ધારણા છે. આ ઉપરાંત અમેરિકાના ગ્રોથના આંકડા પણ સારા રહેવાની સંભાવના છે. સ્થાનિક સ્તરે ભારતમાં આ વખતે ચોમાસુ ઘણું સારુ રહ્યું છે અને ખાસ તો કંપનીઓના નફા વધી રહ્યા છે. બજારના સાધનો અનુસાર ૨૯મી ઓગસ્ટે યોજાનારી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની એજીએમમાં કોઇ મોટી જાહેરાત થવાની સંભાવના છે. બજાર ખાસ કરીને જીઓના આઇપીઓને લગતી કોઈ મોટી ખબરના ઇન્તઝારમાં છે.

એક્સચેન્જમાં ૪,૦૫૧ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૧૫૦ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૮૧૨ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૮૯ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૩૫૯ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૨૦ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૫૮ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૫૫ ટકા વધ્યો હતો.સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૬૨ ટકા ઘટ્યો હતો, જ્યારેબીએસઈ એસએમઈ આઈપીઓ ૩.૧૦ ટકા વધ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button