શેર બજાર

તેજસ ક્રેશ થતાંઃ હિન્દુસ્તાન એરૉનેટિક્સના શૅરમાં આઠ ટકાના કડાકા બાદ ધીમો સુધારો

નવી દિલ્હીઃ દુબઈ ખાતે યોજાયેલા એર શૉમાં ગત શુક્રવારે હિન્દુસ્તાન એરૉનેટિક્સ લિ. ઉત્પાદિત તેજસ ફાઈટર જેટ પાઈલોટ સાથે ક્રેશ થયાનાં અહેવાલોને ધ્યાનમાં આજે સોમવારે સત્રના આરંભે હિન્દુસ્તાન એરૉનેટિક્સ લિ. (એચએએલ)ના શૅરના ભાવમાં આઠ ટકા કરતાં વધુ માત્રામાં કડાકો બોલાઈ ગયા બાદ ધીમો સુધારો જોવા મળ્યો હતો.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ ખાતે સત્રના આરંભે એચએએલના શૅરદીઠ ભાવ 8.48 ટકા ઘટીને 4205.25 સુધી પહોંચ્યા બાદ સત્રના અંતે 3.31 ટકા ઘટીને રૂ. 4443ના મથાળે બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે એનએસઈ ખાતે ભાવ એક તબક્કે ઘટીને શૅરદીઠ રૂ. 4405ની સપાટી દાખવ્યા બાદ અંતે આગલા બંધ સામે 3.26 ટકા ઘટીને રૂ. 4445.10ના મથાળે બંધ રહ્યા હતા.

આ પણ વાંચો: દુબઈ તેજસ વિમાન ક્રેશમાં શહીદ પાયલોટ નમાંશને વિંગ કમાન્ડર પત્નીની અંતિમ સલામી, ભાવુક દ્રશ્યો સર્જાયા…

નોંધનીય બાબત એ છે કે એચએએલએ ગત શુક્રવારે જ દુબઈ એર શૉમાં ભારતીય હવાઈદળના પાઈલોટ નમાંશ સ્યાલની થયેલી જાનહાની બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. જોકે આ સાથે જ છેલ્લા 20 મહિનામાં બીજી વખત એચએએલ દ્વારા ઉત્પાદિત થયેલ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અગાઉ રાજસ્થાનના જેસલમેરમાં એરક્રાફ્ટ ક્રેશ થયું હતું, પરંતુ સદ્નસીબે પાઈલોટ સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે આ વખતે દુર્ભાગ્યે જાનહાની થઈ છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button