ટીસીએસના શેરધારકોને રૂ. ૫.૬૬ લાખ કરોડનો આંચકો, જાણો ધોવાણનું કારણ | મુંબઈ સમાચાર
શેર બજાર

ટીસીએસના શેરધારકોને રૂ. ૫.૬૬ લાખ કરોડનો આંચકો, જાણો ધોવાણનું કારણ

નિલેશ વાઘેલા
મુંબઇ:
અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે ટેરિફ વોર શરૂ કર્યા બાદ ખાસ કરીને ભારતને ટાર્ગેટ બનાવ્યું છે ત્યારથી ભારતીય શેરબજાર અને એમાં પણ ઇન્ફર્મેશન ટેકનોલોજી સેકટરના શેરોમાં નોંધપાત્ર ધોવાણ જોવા મળ્યું છે. જોકે, આશ્ર્ચર્ય જનક રીતે આમાંથી સૌથી વધુ નુકસાન આઇટી સેગમેન્ટની સૌથી સારી કામગારી બજારવનાર અને રોકાણકારોને સારી કમાણી કરી આપનાર ટીસીએસના શેરમાં જોવા મળી છે.

ટાટા જૂથની ટોચની કંપની ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના શેરધારકોને ૫.૬૬ લાખ કરોડ રૂપિયાના ધોવાણનો આંચકો સહન કરવાનો વારો આવ્યો છે! બજારના નિષ્ણાત અભ્યાસુઓ અનુસાર વર્ષ ૨૦૦૮ની કટોકટી પછી ટીસીએસ પહેલી વખત સૌથી તીવ્ર ઘટાડાનો સામનો કરી રહ્યું છે. આ પરિસ્થિતિ તેના કરતા પણ વધુ ખરાબ હોવાનું નિરિક્ષકો જણાવી રહ્યાં છે.

આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફની ભારતીય શેરબજાર પર અસર! સેન્સેક્સ 100 પોઈન્ટ નીચે સરક્યો, નિફ્ટી પણ તુટ્યો

ટોચના બજાર વિશ્ર્લેષકે કહ્યું હતું કે, પ્રથમિક ધોરણે નબળી માગ અને એઆઈ વિક્ષેપ વચ્ચે એફઆઈઆઈ વર્ગે આઇટી શેરોમાં જોરદાર વેચવાલી કરી હોવાથી બજાર મૂલ્યમાં રૂ. ૫.૬૬ લાખ કરોડ જેટલો ઘટાડો નોંધાયો છે. નોંધવું રહ્યું કે માત્ર ૨૦૨૫ના ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ૨૫ ટકા ઘટ્યો છે.

આ તરફ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ ઉક્ત આઇટી કંપનીના રીસેટ વેલ્યુએશન અને મજબૂત ડિવિડન્ડ યીલ્ડમાં મૂલ્ય જોઈને હિસ્સો વધારી રહ્યા છે, પરંતુ તેનાથી હજુ જોઇએ એટલો ટેકો મળતો દેખાતો નથી. સરવાળે વર્ષ ૨૦૦૮ની વૈશ્ર્વિક નાણાકીય કટોકટી પછી ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) ના શેર તેમના સૌથી કપરા તબક્કામાં પ્રવેશ્યા હોવાનો દાવો પ્રસાર માધ્યમો કરી રહ્યાં છે.

આપણ વાંચો: મિડલ ઈસ્ટમાં વધતાં તણાવની ભારતીય શેરબજાર પર અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો

ટાટા ગ્રુપની આ ટોચની કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન તેની ટોચ રૂ. ૪,૫૮૫.૯૦ની સપાટીથી લગભગ રૂ. ૫.૬૬ લાખ કરોડ એટલે કે ૩૪ ટકા જેટલું ઘટ્યું છે, જે ૨૦૨૫ને ટીસીએસ માટે ૧૭ વર્ષ પહેલાના પંચાલવ ટકાના કડાકા પછીનું સૌથી ખરાબ વર્ષ બનાવે છે.

નોંધવું રહ્યું કે, ૨૦૨૫ના ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં જ આ શેરમાં ૨૬ ટકાનો તોતિંગ કડાકો જોવા મળ્યોે છે. આને પરિણામે આ કંપનીનું બજાર મૂડીકરણ ૧૬.૫૯ લાખ કરોડ રૂપિયાની ટોચની સપાટીથી ઘટીને ૧૦.૯૩ લાખ કરોડ રૂપિયા થયું છે.

બજારના અભ્યાસુઓ અનુસાર આ પતન પાછળ નબળા માગના અંદાજ, જનરેટિવ આર્ટિફિશિઅલ ઇન્ટેલિજેન્સની વિક્ષેપજનક અસર અને પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં મિશ્ર નાણાકીય પરિણામ જેવા કારણો છે.

આ બધાને કારણે વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી હોવાથી માર્કેટ કેપમાં ઝડપી ધોવાણ જોવા મળ્યું છે. એક સમયે ભારતીય ઇર્ન્ફ્મેશન ટેકનોલોજી સેકટરને ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ માટે હોટ ફેવરીટ ગણનારા વિદેશી ફંડોએ જાણે હિજરત કરી હોય તેમ આ સેગમેન્ટમાંથી વેચવાલી કરી છે!

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button