ટીસીએસનો ચોખ્ખો નફો 1.68 ટકા ઘટ્યો, શેરદીઠ ₹ 30ના અંતિમ ડિવિડંડની ભલામણ

મુંબઈ: ભારતની સૌથી મોટી આઇટી સર્વિસ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ)એ ગુરુવારે માર્ચ 2025 ક્વાર્ટરમાં 1.68 ટકાના ઘટાડા સાથે રૂ. 12,224 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. કંપનીએ 2025ના ચોથા ક્વાર્ટરમાં કુલ રૂ. 64,479 કરોડની આવક નોંધાવી હતી, જે એક વર્ષ પહેલાના સમયગાળા કરતાં 5.3 ટકા વધુ છે.
સંપૂર્ણ નાણાકીય વર્ષ 2025 માટે, ટીસીએસનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 5.76 ટકા વધીને રૂ. 48,553 કરોડ નોંધાયો છે. આઇટી કંપનીએ નાણાકીય વર્ષ 2025માં કુલ રેવન્યૂ 5.99 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 2,55,324 કરોડ રહી છે.
આપણ વાંચો: રજા બાદ ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું, ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની અસર
ચીફ એક્ઝિક્યુટિવ કે કૃતિવાસને જણાવ્યું હતું કે, અમે વાર્ષિક આવકમાં 30 ઇબજ ડોલરને પાર કરવા સાથે સતત બીજા ક્વાર્ટરમાં મજબૂત ઓર્ડર બુક હાંસલ કરી છે. દરમિયાન, ટીસીએસ બોર્ડે કંપનીના દરેક એક રૂપિયાના ઇક્વિટી શેર દીઠ રૂ. 30ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે.