ટોપ ન્યૂઝશેર બજાર

મૂડીબજારમાં એકસાથે પ્રવેશેલા ચારે ભરણાંને રિટેલ ઇન્વેસ્ટર્સનો સારો પ્રતિસાદ

નિલેશ વાઘેલા

મુંબઇ: ૨૨ નવેમ્બરના રોજ, બુધવારે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશેલા ચારે જાહેર ભરણાંને ખાસ કરીને રિેટેલ રોકાણકારોનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. એક જ દિવસે ચાર ભરણાં પ્રવેશ્યા હોવા છતાં રિટેલ ઇન્વેસ્ટર્સનો ચારે ભરણા માટે સારો ઉત્સાહ જોવા મળ્યો છે. ગ્રે માર્કેટમાં પણ સારા સળવળાટના સમાચાર છે.


મૂડીબજારમાં પ્રવેશેલા ટાટા ટેકનોલોજીસ લિમિટેડનું ભરણું ૨૩ નવમેબરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ ૧૭.૨૮ ગણું ભરાયું છે. નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૩૧.૦૪ ગણો અને રિટેલ પોર્શન ૧૧.૨૦ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. ભરણું ૨૪મીએ બંધ થશે, પ્રાઇસ બેન્ડ રૂ. ૪૭૫-૫૦૦ છે.


જ્યારે, ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયાનું ભરણું ૨૩ નવમેબરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ ૧૭.૬૫ ગણું ભરાયું છે. નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૨૭.૧૨ ગણો અને રિટેલ પોર્શન ૧૭.૮૩ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. ભરણું ૨૪મીએ બંધ થશે, પ્રાઇસ બેન્ડ રૂ. ૧૬૦-૧૬૯ છે.


મૂડીબજાર્માં ૨૨ નવેમ્બરના રોજ, બુધવારે દાખલ થયેલી ફ્લેર રાઇચિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઇનિશિયલ પબ્લિક ઓફરનું ભરણું કુલ ૭.૧૮ ગણું ભરાયું છે. નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૧૦.૬૦ ગણો અને રિટેલ પોર્શન ૭.૫૪ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. ભરણું ૨૪મીએ બંધ થશે, પ્રાઇસ બેન્ડ રૂ. ૨૮૮-૩૦૪ છે.


એ જ રીતે, બુધવારે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશેલા ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિસનું ભરણું ૨૩ નવમેબ્રે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ ૦.૮૩ ગણું ભરાયું છે. નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૦.૨૨ ગણો અને રિટેલ પોર્શન ૧.૨૫ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. ભરણું ૨૪મીએ બંધ થશે, પ્રાઇસ બેન્ડ રૂ. ૧૩૩-૧૪૦ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button