નિલેશ વાઘેલા
મુંબઇ: ટાટા ટેકનોમાં આગઝરતી તેજી જોવા મળી છે. આ બહુપ્રતિક્ષીત શેર ૧૮૦ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હોવાથી રોકાણકારો ગેલમાં આવી ગયા છે.
આ શેર તેના ૫૦૦ ના ઈશ્યું ભાવ સામે ૧૧૯૯.૯૫ની સપાટીએ ખુલીને હજુ સુધી એનાથી નીચે ગયો જ નથી. હાલ, ૧૩૦૦ની આસપાસ ચાલે છે.
ખુલતા સત્રમાં જ 180 ટકાના ઉછાળા પછી ટાટા ટેક્નોલોજીનું મૂલ્ય લગભગ $7 બિલિયન થયું છે.
ભારતની ટાટા ટેક્નોલોજિસે ગુરુવારે તેના ટ્રેડિંગ પ્રારંભે જ 180% જેટલો ઉછાળો નોંધાવ્યો હતો, જે લગભગ બે દાયકામાં રૂ. 567.94 બિલિયન ($6.8 બિલિયન)ના મૂલ્ય સાથે પ્રવેશ કરનારી પ્રથમ ટાટા ગ્રૂપ કંપની બની છે.
ઓટોથી એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સેવાઓ સાથે એરો અને હેવી મશીનરી ઉત્પાદક એવી આ કંપનીએ રૂ. 500ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) કિંમતને પાછળ છોડીને રૂ. 1,200 પર લિસ્ટીંગ મેળવ્યું હતું. સત્ર દરમિયાન આ શેર રૂ. 1,440 જેટલો ઊંચો ઊછળ્યો હતો.
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે