શેર બજાર

ટેરિફ વોરની આડઅસર: સેન્સેક્સ ગબડ્યો, નિફ્ટીએ ૨૫,૫૦૦ની સપાટી ફરી ગુમાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ભારે આયાત ટેરિફ લાદવાની જાહેરાત બાદ વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા ફરી સપાટી પર આવવા સાથે કોર્પોરેટ સેકટરની કમાણીની મોસમ ફરી શરૂ થવા અગાઉની સાવચેતીના માનસ વચ્ચે સેન્સેક્સ ૧૭૬.૪૩ પોઇન્ટ અથવા તો ૦.૨૧ ટકા વધીને ૮૩,૫૩૬.૦૮ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૪૬.૪૦ પોઇન્ટ અથવા તો ૦.૧૮ ટકા વધીને ૨૫,૪૭૬.૧૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

સેન્સેક્સના શેરોમાં એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ લુઝર હતા, જ્યારે બજાજ ફાઇનાન્સ, એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને પાવર ગ્રીડ ટોપ ગેઇનર હતા.

આ પણ વાંચો: અમેરિકાની ટ્રેડ ડીલ સસ્પેન્સ વચ્ચે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો

પ્રાઇમરી માર્કેટમાં મેન બોર્ડ આઇપીઓ આવી રહ્યો છે. એન્થમ બાયોસાયન્સ રૂ. ૩,૩૯૫ કરોડના આઇપીઓ સાથે ૧૪મી જુલાઇએ મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૫૪૦થી રૂ. ૫૭૦ નક્કી થઇ છે, આ સંપૂર્ણપણે ૫.૯૬ કરોડ શેરની ઓફર ફોર સેલ છે. જે ૧૬ જુલાઈએ બંધ થશે. શેરની ફાળવણી ગુરુવાર, ૧૭ જુલાઈએ અને બીએસઇ તથા એનએસઇ પર લિસ્ટિંગ૨૧ જુલાઈએ થશે. અરજી માટે લોટ સાઈઝ ૨૬ શેર છે.

સેબીએ પાંચ કંપનીઓના આઇપીઓને મંજૂરી આપી છે, જેમાં વીદા ક્લિનિકલ રિસર્ચ, શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર, રાઈટ વોટર સોલ્યુશન્સ ઈન્ડિયા, સીડવર્ક્સ ઈન્ટરનેશનલ અને એલસીસી પ્રોજેક્ટ્સનો સમાવેશ છે. ક્રાઇઝેકના શેર તેના રૂ. ૨૪૫ના ઇશ્યૂ ભાવ સામે ૧૪.૨૮ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૨૮૦ના ભાવે લિસ્ટ થયા હતા. ટાટા ઓટોકોમ્પ અને સ્કોડા ગ્રુપે ભારતમાં રેલ્વે કોમ્પોનન્ટના ઉત્પાદન માટે જોઇન્ટ વેન્ચરની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન માથે આવતા દિશાવિહિન બની બજાર અથડાઇ ગયું, રોકાણકારોની નજર ટ્રેડ ડીલ પર!

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત માટે મુખ્ય નિકાસ શ્રેણીમાં આવતા ફાર્માસ્યુટિકલની આયાત પર ભારે ટેરિફ લાદવાની ધમકી બાદ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ડહોળાઇ જતાં સવારના સત્રથી જ શેરબજારમાં નિરસ હવામાન જોવા મળ્યું હતું. ક્ષેત્રીય મોરચે, ટ્રમ્પ દ્વારા તાંબાની આયાત પર ભારે ટેરિફની જાહેરાતને કારણે સ્ટીલ અને એલ્યુમિનિયમ માટે પહેલાથી જ અમલમાં રહેલી ઊંચી જકાતના પગલાંનો વિસ્તાર થયો હોવાથી પછી નિફ્ટી મેટલમાં જોરદાર પીછેહઠ જોવા મળી હતી. નિફ્ટી આઇટી, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ શેરઆંકોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.
Back to top button