શેર બજાર

અફડાતફડીમાં અટવાયેલું માર્કેટ આખરે નેગેટિવ ઝોનમાં સરી પડ્યું, નિફ્ટીએ ૧૯,૮૦૦ની સપાટી માંડ ટકાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના સારા સંકેત સાથે અર્થતંત્રના પણ મક્ક્મ સગડ છતાં ગુરુવારના સમગ્ર સત્ર દરમિયાન અફડાતફડીમાં અટવાયેલું માર્કેટ આખરે નેગેટીવ ઝોનમાં સરી પડ્યું હતું અને નિફ્ટીએ ૧૯,૮૦૦ની અને સેન્સેક્સે ૬૬,૦૦૦ની સપાટી માંડ ટકાવી હતી. બજારને આગળ વધવા માટે કોઇ ટ્રીગર ના હોવા સાથે વીકલી એક્સપાઇરીને કારણે પણ લેવાલીનો ટેકો ન મળવા ઉપરાંત લેણ કપાવાને કારણે આમ થયું હોવાનું બજારના સાધનો માને છે. સેન્સેક્સ સત્ર દરમિયાન ૬૬,૨૩૫.૨૪ પોઇન્ટની ઊંચી અને ૬૫,૯૮૦.૫૦ પોઇન્ટની નીચી સપાટીને અથડાતો રહીને અંતે ૫.૪૩ પોઇન્ટ અથવા તો ૦.૦૧ ટકાના ઘસરકા સાથે ૬૬,૦૧૭.૮૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. એ જ રીતે, નિફ્ટી ૯.૮૫ ર્પોીંનટ અથવા તો ૦.૦૫ ટકા લપસીને ૧૯,૮૦૨ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન એન્ડ ટૂબ્રો, બજાજ ફાઇનાન્સ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, એનટીપીસી, ઇન્ફોસિસ, ટાઇટન અને એશિયન પેઇન્ટ્સ ટોપ લૂઝર્સ શેરની યાદીમાં હતા. જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, ભારતી એરટેલ, વિપ્રો, એચડીએફસી બેન્ક અને ટાટા સ્ટીલ ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં. ટેક્નોગ્રીન સોલ્યુશન્સ લિમિટેડે કુલ રૂ. ૩૪.૦૩ મિલિયનના બે નવા વર્ક ઓર્ડર મેળવ્યા હોવાની એક્સચેન્જને જાણ કરી છે. ભારતની અગ્રણી પર્યાવરણીય ક્ધસલ્ટિંગ કંપનીમાંની એક એવી આ કંપનીએ એસટીટી ગ્લોબલ ડેટા સેન્ટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી કુલ રૂ. ૧૧.૬૮ મિલિયનના અને સિપ્લા લિમિટેડ તરફથી રૂ. ૨૨.૩૫ મિલિયનના વર્ક ઓર્ડર મેળવ્યાની જાહેરાત કરી છે. અંદાજે ૨૩ અબજ ડોલરનું ટર્નઓવ ધરાવતા જેએસડબલ્યુ ફાઉન્ડેશને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે વંચિત વર્ગના વિદ્યાર્થીઓ માટે મ્યુઝિયમ ઓફ સોલ્યુશન્સ, મુસો નામે પહેલ શરૂ કરી છે, જે બાળકોને જ્ઞાન અને કૌશલ્ય વિકસાવવામાં સહાયક નિવડશે. આ સંદર્ભની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે મુસો ચેન્જમેકર્સ કાઉન્સિલની સ્થાપના પણ કરશે. એલઆઇસીએ નવા બિઝનેસ પ્રીમિયમમાં ડબલ ડીજીટ ગ્રોથ માટે ચારેક પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારી કરી છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે બ્રાન્ચ એક્સપાન્શન યોજના હેઠળ વધુ એક આઉટલેટ સાથે પોતાની હાજરી વિસ્તારી છે અને આ ભાયંદર આઉટલેટ સાથે મહારાષ્ટ્રમાં બેન્કિંગ આઉટલેટની સંખ્યા ૭૨ સુધી અને રાજ્ય તથા કેન્દ્રિશાસિત પ્રદેશ સહિત દેશભરમાં ૮૭૭ સુધી પહોંચી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩માં કોર્પોરેટ ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગારી બદ્દલ વીમા ક્ષેત્રની કંપની એચડીએફસી લાઇફને ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો છે, જે લંડન ખાતે અગ્રણી ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનની હાજરીમાં યોજાયેલા સમારંભમાં અપાયો હતો. આ માટે ૩૭૦ એન્ટ્રી મળી હતી અને એમાંથી ૧૬૨ની પસંદગી કરવામાં આવી હતી.
ભારતમાં ઇન્ફોર્મા માર્કેટ્સ દ્વારા વૈશ્ર્વિક નિષ્ણાતો, ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓને એક છત્ર નીચે લાવનાર ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ, ઓએસએચની ૧૧મી એડિશન બીઇસી ખાતે યોજાઇ રહ્યું છે, જે ૨૫મી સુધી ચાલશે, જેમાં ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ક્ષેત્રે વ્યાવસાયિકોની સુરક્ષા સંદર્ભે પરિસંવાદ યોજાશે. દેશની ઓએસએચ માર્કેટનું કદ ૧૧.૧ ટકાના સીએજીઆર સાથે ૨૦૩૦ સુધીમાં ૧૭.૮૬ અબજ ડોલરની સપાટીએ પહોંચવાનો અંદાજ છે.
અમેરિકાના બજારોની તેજી સાથે સેન્સેકસ અને નિફ્ટીએ સારૂ ઓપનિંગ કર્યું હતું, પરંતુ બંને બેન્ચમાર્ક સંપૂર્ણ સત્ર દરમિયાન પોઝિટિવ ઝોનમાં ટકવા ફાંફાં મારતા રહ્યા હતા. મંદીવાળાની ફિલ્ડિંગ આ સત્રમાં એટલી ટાઇટ હતી કે શેરબજાર ખુલતા સત્રથી જ અત્યંત સાંકડી રેન્જમાં અથડાતું રહ્યુ હતું. માર્કેટના આ સ્ટિકી સ્ટાન્સથી રોકાણકારો સહેજ હતાશ થયા છે. અંડરટોન મજબૂત હોવા છતાં વિકલી એક્સપાઈરીને કારણે બજાર આવી ચાલ બતાવી રહ્યું છે. જોકે સાથે એ પણ ખરૂં કે, બજારમાં નજીકના સમયગાળાનું વલણ એ બજારની સાંકડી શ્રેણીની વધઘટ જ છે. બજાર આ સાંકડી શ્રેણીની હિલચાલની અંદર મક્કમતાનું પ્રદર્શન કરી રહ્યું છે, જોકે ખૂબ ઝડપથી પ્લસ માઇનસમાં અથડાઈ રહ્યું છે એટલે રિટેલ રોકાણકારો અવઢવમાં છે. માર્કેટ એનલિસ્ટ અનુસાર બજારની આવી મુવમેન્ટમાં નીચા મથાળે લેવાલીની વ્યૂહરચના લાભદાયી છે. બજાર બ્રેકઆઉટ માટે ટ્રિગર્સની રાહ જોઈ રહ્યું છે, જે રાજ્યની ચૂંટણીના પરિણામો સાથે આવી શકે છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button