શૅરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં તેજીના આગેકૂચ ચાલુ રહી છે અને સપ્તાહના પહેલા દિવસે સેનેસ્કેસ અને નિફ્ટીએ નવી વિક્રમી ઊંચી સપાટી હાંસલ કરી છે. વૈશ્ર્વિક ઇક્વિટી બજારના મજબૂત વલણ સાથે સ્થાનિક બજારમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક અને ઇન્ફોસિસ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં ભારે લેવાલીને આધારે બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટીએ મંગળવારે નવું લાઇફટાઇમ હાઇ લેવલ હાંસલ કર્યું હતું. આ ઉપરાંત, વિદેશી ફંડોના તાજા ભંડોળ પ્રવાહે રોકાણકારોનો વિશ્ર્વાસ વધાર્યો છે. એકંદરે રેન્જ-બાઉન્ડ સેશનમાં, રિયલ્ટી, ક્ધઝ્યુમર ડ્યુરેબલ અને યુટિલિટી શેરોની તીવ્ર લાવલાવ નીકળતાં સેન્સેક્સ અને નિફ્ટી તેમના નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે સ્થિર થયા હતા. સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ સારી લેવાલી રહી હતી અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં બંને બેન્ચમાર્ક કરતા વધુ ઉછાળો જોવા મળ્યો હતો.
સતત ચોથા સત્રમાં વધીને ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૩૦૮.૩૭ પોઈન્ટ અથવા ૦.૪૦ ટકા વધીને ૭૭,૩૦૧.૧૪ પોઇન્ટની નવી બંધ ટોચ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૩૭૪ પોઈન્ટ અથવા ૦.૪૮ ટકા ઉછળીને ૭૭,૩૬૬.૭૭ ના તાજા જીવનકાળના શિખર પર પહોંચ્યો હતો.
જાયેર એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૯૨.૩૦ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૨૩,૫૫૭.૯૦ પોઇન્ટની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. આ બેન્ચમાર્ક સત્ર દરમિયાન ૧૧૩.૪૫ પોઈન્ટ અથવા ૦.૪૮ ટકા વધીને ૨૩,૫૭૯.૦૫ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યો હતો.
અર્થતંત્રની દશા સારી છે અને સારા ડેટાને કારણે પણ બજારને ટેકો મળી રહ્યો છે. મંગળવારે ફિચ રેટિંગ્સે ક્ધઝઅયુમર એકસપેન્ડિચરમાં રિકવરી અને રોકાણમાં વધારો ટાંકીને ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃદ્ધિની આગાહી માર્ચમાં અંદાજિત સાત ટકાથી વધારીને ૭.૨ ટકા કરી હતી.
સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં પાવર ગ્રીડ, વિપ્રો, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ, જેએસડબલ્યુ સ્ટીલ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં હતા. આનાથી વિપરીત, મારુતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, આઈટીસી અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસના શેર ટોપ લુઝર શેરોની યાદીમાં ધકેલાયા હતા.
એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને શાંઘાઈ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા, જ્યારે હોંગકોંગ નીચા સ્તરે સમાપ્ત થયું. યુરોપીયન બજારો મધ્ય સત્રના સોદામાં પોઝિટિવ ઝોનમાં ક્વોટ થઈ રહ્યા હતા. સોમવારે અમેરિકી બજારો ઊંચા સ્તરે બંધ રહ્યા હતા.
એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૨,૧૭૫.૮૬ કરોડની ઇક્વિટી ખરીદી હતી. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૨૭ ટકા ઘટીને ઞજઉ ૮૪.૦૨ પ્રતિ બેરલ થયું છે. ઈદ-ઉલ-અદહાના કારણે સોમવારે ઈક્વિટી બજારો બંધ રહ્યા હતા. સતત ત્રીજા સત્ર માટે વધીને, ઇજઊ બેન્ચમાર્ક શુક્રવારે ૧૮૧.૮૭ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકા વધીને ૭૬,૯૯૨.૭૭ પર સ્થિર થયો હતો. નિફ્ટી ૬૬.૭૦ પોઈન્ટ અથવા ૦.૨૯ ટકા વધીને ૨૩,૪૬૫.૬૦ પર પહોંચ્યો હતો.
ઇક્સિગોનો શેર આ સત્રમાં તેના ઇશ્યૂ ભાવ સામે ૪૯ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. સંરક્ષણ માંલય તરફથી ૧૫૬ હેલિકોપ્ટરનો ઓર્ડર મળ્યો હોવાના અહેવાલ વચ્ચે હિંદુસ્તાન એરોનોક્સિ (એચએએલ)ના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ કેબીસીએલએ રોકાણકારો પાસેથી ગેરકાયદેસર એકત્ર કરેલા નાણાંની વસૂલી માટે ૧૬મી જુલાઇએ કેબીસીેલ ઇન્ડિયા લિમિટેડની ૧૯ મિલકતનું લિલામ કરવાની જાહેરાત કરી છે. કંપનીના ડિરેકટર્સ રાકેશ કુમાર, નિશ્ર્વનાથ પ્રતાપ સિંઘ અને શશીકાંત મિશ્રા રોકાણકારોના નાણાં રિફંડ કરવામાં નિષ્ફળ રહ્યાં હોવાથી સેબીએ આ પ્રક્રિયા શરૂ કરી છે. ઇજનેરી ક્ષેત્રની જાયન્ટ કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ જાહેર કર્યું છે કે તેને જાહેર ક્ષેત્રની માંધાતા કંપની ઓઇલ એન્ડ નેટરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) તરફથી મોટો ઓર્ડર મળ્યો છે.
શેરબજાર રોજ નવી ઊંચી સપાટીએ પહોંચી રહ્યું છે અને અંદાજપત્રમાં થનારી જાહેરાત અને તેની શેરબજાર પર પડનારી અટકળોને આધારે કેટલીક કંપનીઓ આઇપીઓ રોકી રહી છે, એવા અહેવાલો વચ્ચે પણ મૂડીબજારમાં હલચલ ચાલુ રહી છે. મેઇન બોર્ડ અને એસએમઇ મળીને કુલ કુલ એક ડઝન ભરણાં આવી રહ્યાં છે. કુલ રૂ. ૧,૦૮૭ કરોડના ત્રણ મેઇનબોર્ડ આઇપીઓ અને રૂ. ૧૫૪ કરોડના છ એસએમઇ આઇપીઓ આ સપ્તાહે લોન્ચ થશે. ડીઇઇ ડેવલપમેન્ટ આઇપીઓ, જેનું મૂલ્ય રૂ. ૪૧૮ કરોડ છે, તે ૧૯ જૂનથી ૨૧ જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લુું રહેશે. એકમે ફિનટ્રેન્ડનો આઇપીઓ રૂ. ૧૨૧ કરોડનો છે.
છેલ્લે રૂ. ૩૬૯ કરોડનો સ્ટેનલી લાઇફસ્ટાઇલ આઇપીઓ ૨૧ જૂને ખુલશે અને ૨૫ જૂને બંધ થશે. એસએમઇ આઇપીઓમાં, ફાલ્કન ટેક્નોપ્રોજેક્ટ્સ ઇન્ડિયા, ડુરલેક્સ ટોપ સરફેસ, અને જેમ એન્વિરો મેનેજમેન્ટ ૧૯ જૂને ખુલશે અને ૨૧ જૂને બંધ થશે. જ્યારે આ ઉપરાંત વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન, અને ડિંડીગુલ ફાર્મ પ્રોડક્ટ્સ ૨૦ જૂને ખુલશે અને ૨૪ જૂને બંધ થશે. મેડિકમેન ઓર્ગેનિક્સ ૨૧ જૂને ખુલશે અને ૨૫ જૂને બંધ થશે.