શેર બજાર

બૅન્ક શૅરોની આગેવાનીએ શૅરબજાર નવા શિખરે: સેન્સેક્સ ૮૦,૦૦૦ની લગોલગ, નિફ્ટી ૨૪,૩૦૦ નજીક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સેન્સેક્સ અને નિફ્ટીમાં રોજ નવી વિક્રમી ઊંચી સપાટીની હોડ લાગી હોય એ રીતે બુધવારે પણ બંને બેન્ચમાર્કે નવી વિક્રમી ઊંચી સપાટી હાસંલ કરી છે. બેન્ક શેરોની આગેવાનીએ શેરબજાર નવા શિખરે: સેન્સેક્સ ૮૦,૦૦૦ની લગોલગ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી ૨૪,૩૦૦ નજીક પહોંચ્યો હતો. વૈશ્ર્વિક બજારના મજબૂત વલણો વચ્ચે બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં ભારે ખરીદીને પગલે બુધવારે બેન્ચમાર્ક સેન્સેક્સે પ્રથમ વખત ઇન્ટ્રા-ડે ૮૦,૦૦૦ પોઇન્ટની ઐતિહાસિક સપાટી વટાવી હતી. બીએસઇ પર ૩૦૦થી વધુ શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

બીએસઇનો ત્રીસ શેર ધરાવતો સેન્સેક્સ દિવસની શરૂઆતમાં જ પ્રથમ વખત ઐતિહાસિક ૮૦,૦૦૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો અને ૬૩૨.૮૫ પોઈન્ટ અથવા ૦.૭૯ ટકા વધીને ૮૦,૦૭૪.૩૦ની રેકોર્ડ ઈન્ટ્રાડે હાઈ સપાટી પર પહોંચ્યો હતો. સત્રને અંતે બેન્ચમાર્ક ઇન્ડેક્સ પાછલા બંધ સામે ૫૪૫.૩૫ પોઈન્ટ તો અથવા ૦.૬૯ ટકાના ઉછાળા સાથે ૭૯,૯૮૬.૮૦ પોઇન્ટની સપાટી પર ૮૦,૦૦૦ની નજીક બંધ થયો હતો.

એ જ રીતે, નિફ્ટી ૧૬૨.૬૫ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકા વધીને ૨૪,૨૮૬.૫૦ પોઇન્ટની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. દિવસ દરમિયાન, તે ૧૮૩.૪ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકાના ઉછાળા સાથે ૨૪,૩૦૭.૨૫ પોઇન્ટની નવી ઈન્ટ્રાડે રેકોર્ડ ટોચ પર પહોંચ્યો હતો. સેન્સેક્સે આ અગાઉ ૨૫મી જૂને ૭૮,૦૦૦ પોઇન્ટની અને ૨૭મી જૂને પ્રથમ વખત ૭૯,૦૦૦ પોઇન્ટની સપાટી વટાવી હતી. પાછલા કેટલાક સત્રથી બંને બેન્ચમાર્ક લગભગ રોજ નવી વિક્રમી સપાટી નોંધાવી રહ્યાં છે. નિફ્ટીમાં સૌથી વધુ સુધારો નોંધાવનાર શેરોમાં ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, અદાણી પોર્ટ્સ, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્કનો સમાવેશ હતો. જ્યારે સૌથી વધુ ઘટાડો નોંધાવનાર શેરોમાં ટીસીએસ, ટાઇટન કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ હતા.

સેકટરલ ધોરણે મીડિયા સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો પાવર, કેપિટલ ગુડ્સ, બેંક અને મેટલ ઇન્ડેક્સ એકથી બે ટકાના ઉછાળા જોવા મળ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં લગભગ એક ટકા વધારો નોંઘાયો છે. કોર્પોરેટ હલચલમાં એગ્રોકેમિકલ પ્રોડક્ટ્સ ઉત્પાદક એમ્બે લેબોરેટરીઝ લિમિટેડ ચોથી જુલાઈએ રૂ. ૪૨.૭૦ કરોડથી રૂ. ૪૪.૬૭ કરોડના જાહેર ભરણા સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૬૫થી રૂ. ૬૮ નક્કી કરવામાં આવી છે. માર્કેટ લોટ સાઈઝ ૨,૦૦૦ ઈક્વિટી શેરની છે. શેર એનએસઇ ઇમર્જ પર લિસ્ટેડ થવાના છે. ઇશ્યૂનું કદ ૬૫,૭૦,૦૦૦ ઇક્વિટી
શેરનું છે.ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઇન્ડિયાએે ઓપન એન્ડેડ મલ્ટી કેપ ડાઈવર્સિફાઈડ ઈક્વિટી ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા મલ્ટી કેપ ફંડની જાહેરાત કરી છે. ફંડ લાર્જ કેપ, મિડકેપ અને સ્મોલ કેપ કંપનીઓના ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરશે. નિયમનકારી જરૂરિયાતોને અનુરૂપ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ જેવી દરેક શ્રેણીમાં કુલ સંપત્તિના ૨૫ ટકાનું લઘુત્તમ એક્સપોઝર જાળવી રખાશે.

વ્રજ આયર્ન એન્ડ સ્ટીલના શેર બુધવારે તેના રૂ. ૨૦૭ના ઇશ્યૂ ભાવ સામે ૧૬ ટકાના પ્રીમિયમે રૂ. ૨૪૦ના ભાવે લિસ્ટેડ થયો છે. જેકસન ગ્રીને ૪૦૦ મેગાવોટ સોલાર પાવરની સપ્લાય માટે સરકારી માલિકીની કંપની એનએચપીસી સાથે કરાર કર્યા છે. પ્રીમિયર એનર્જી અને તેની સબ્સિડરીએ ૩૫૦ મેગાવોટ સોલાર મોડયુલની સપ્લાયના ઓર્ડર મેળવ્યા છે.

અદાણી પોર્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પાવર ગ્રીડ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાઇનાન્સ અને ટાટા સ્ટીલ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ટાઇટન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટુબ્રો ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા.

એનએસઇ ઇમર્જ પર ₹ ૧૨૫.૨૩ કરોડનું એસએમઇ ભરણું
મુંબઈ: ગુજરાત સ્થિત સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક ગણેશ ગ્રીન ભારત (જીજીબી)જાહેર ભરણાં દ્વારા ૬૫.૯૧ લાખ નવા શેર જારી કરીને રૂ. ૧૨૫.૨૩ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીનું ભરણું ૫ાંચમીથી નવમી જુલાઈ દરમિયાન ખુલ્લું રહેશે, તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. ૧૮૧થી રૂ. ૧૯૦ નક્કી કરવામાં આવી છે. આ શેર એનએસઈ ઇમર્જ પર લિસ્ટ થશે. લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ છે. કંપની પાસે ૨૩૬.૭૩ મેગાવોટની સોલર પીવી પ્લાન્ટની ક્ષમતા છે અને તે ૧૬૩.૨૭ મેગાવોટ ક્ષમતાનું વિસ્તરણ કરશે. સબસિડિયરી કંપની સૌરાજ એનર્જી ૧૯૨.૭૨ મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે સોલાર ફોટો-વોલ્ટેઇક મોડ્યુલના ઉત્પાદન સાથે પણ સંકળાયેલી છે. ઇશ્યુની આવકનો ઉપયોગ લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી, ફેક્ટરીમાં વધારાના પ્લાન્ટ અને મશીનરીની સ્થાપના, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. આ વર્ષે ૩૧ માર્ચ સુધીમાં, કંપનીની આવક રૂ. ૧૭૦.૧૭ કરોડ, એબિટા રૂ. ૩૪.૬૨ કરોડ અને ચોખ્ખો નફો રૂ. ૧૯.૮૮ કરોડ હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા