શેર બજાર

શૅરબજાર સતત ચોથા દિવસે નવા શિખરે, નિફ્ટી હજુ ૨૫,૦૦૦થી છેટો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં સતત ત્રીજી વખત નિષ્ફળ રહ્યો છતાં, વિશ્ર્વબજારના સારા સંકેતે સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ ૨૮૫.૯૪ પોઇન્ટ વધીને ૮૧,૭૪૧.૩૪ પોઇન્ટની અને નિફ્ટી ૯૩.૮૫ પોઇન્ટના સુધારા સાથે ૨૪,૯૫૧.૧૫ની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ સ્થિર થયો હતો.

જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ, મારુતિ, એનટીપીસી, અદાણી પોર્ટ, ભારતી એરટેલ, આઇટીસી, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, કોટક બેન્ક અને ટીસીેસ સહિતના શેર સેન્સેક્સના સૌથી વધુ વધનાર શેરમાં સામેલ હતા. ટોચના ઘટનાર શેરોમાં સ્ટેટ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાઇટન, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ સહિતના શેરોનો સમાવેશ હતો.

એસએમઇ સેગમેન્ટમાં એફકોમ હોલ્ડિંગ્સ લિમિટેડનો આઇપીઓ બીજી ઓગસ્ટે મૂડીબજારમાં પ્રવેશ કરશે. ભારતના એવિએશન સેકટરની ટોચની અને આસિયાન દેશોમાં કાર્ગો ફ્લાઈટ્સનું સંચાલન કરનારી આ કંપનીના ઈશ્યુનું કદ રૂ. ૭૩.૮૩ કરોડ, પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦૨થી રૂ. ૧૦૮ પ્રતિ શેર અને લોટ સાઈઝ ૧,૨૦૦ શેર છે. શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ સર્વિસ કંપની, મોનાર્ક નેટવર્થ કેપિટલે પ્રેફ્રેન્શિયલ ઓલોટમેન્ટ ધોરણે શેરદીઠ રૂ. ૫૬૦ના ભાવે રૂ. ૩૦૦ કરોડનું ફંડ એકત્ર કર્યું છે, જેમાં તેના પ્રમોટર્સ અને સીઈઓએ ૧૨૫ કરોડ અને જાણીતા સંસ્થાકીય રોકાણકારોએ બાકીના નાણાં રોક્યા છે. આ ઉપરાંત કંપનીએ તેના શેરધારકો માટે ૧:૧ના પ્રમાણમાં બોનસ શેરને પણ મંજૂરી આપી છે. કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ ૨૦૨૦માં રૂ. બે કરોડ હતો તે નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂ. ૧૨૩ કરોડ સુધી પહોંચ્યો છે.

નોન ફેરસ મેટલ્સમાંથી બનેલા વાઇન્ડિંગ વાયર અને સ્ટ્રીપ્સના ઉત્પાદનનો વ્યવસાય કરનારી શેરા એનર્જી લિમિટેડે ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં એકીકૃત ધોરણે ૪૬.૬૫ ટકાના વધારા સાથે રૂ. ૨૯૫.૭૨ કરોડની કુલ આવક, ૫૧.૫૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૬.૭૭ કરોડનો એબટા અને ૪૬.૪૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૪.૭૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

મારુતિ સુઝુકીએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પાછલા વર્ષના સમાન ગાળાના રૂ. ૨૪૮૫ કરોડ સામે ૪૭ ટકાના વધારા સાથે રૂ. ૩૬૫૦ કરોડનો ચોખ્ખો નફો અને રૂ. ૩૦,૮૪૫ કરોડ સામે ઉક્ત ક્વાર્ટરમાં રૂ. ૩૩,૮૭૫ કરોડનું વેચાણ નોંધાવ્યું છે.

ઝી એન્ટરેટેન્મેન્ટે પ્રથમ ક્વાર્ટરમાં રૂ. ૧૧૮.૧૦ કરોડનો ચોખ્ખો નફો અને ૭.૬ ટકાના વધારા સાથે રૂ. ૨૧૪૯.૫૨ કરોડની રેવન્યૂ નોંધાવી છે. કંપનીએ ગયા વર્ષ પ્રથમ ક્વાર્ટરમાં રૂ. ૫૩.૪૨ કરોડની ખોટ નોંધાવી હતી.

સ્થાનિક ધોરણે કોર્પોરેટ કમાણીના આંકડા નિરસ રહ્યાં છે. જોકે, બજાર અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની સ્પીચની રાહ જોઇ રહ્યું છે. બેન્ક ઓફ જાપાને અપેક્ષા અનુસાર જ વ્યાજદરમાં વધારો કર્યો છે. ફેડરલ રિઝર્વ બેઠકમાં રેટ કટની જાહેરાત કરે એવી અપેક્ષા નથી, પરંતુ ચેરમેન પોવેલ સપ્ટેમ્બરમાં રેટકટ અંગે કોઇ અણસાર આપે છે કે નહીં તેના પર રોકાણકારોની નજર છે.

અમેરિકાના બજારો બુધવારે મિશ્ર વલણ સાથે બંધ રહ્યાં હતાં, જ્યારે એશિયાઇ બજારોમાં સુધારાના પવન ફુંકાયો હતો. યુરોપના બજારોમાં મધ્યસત્ર સુધી પોઝિટિવ વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૮૮ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૮૦.૫૧ ડોલર બોલાયું હતું. એક્સચેન્જના ડેટા અનુસાર પાછલા સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૫૫૯૮.૬૪ કરોડની વેચવાલી કરી હતી અને સ્થાનિક સંસ્થાઓએ લગભગ એટલા જ કરોડના શેર ખરીદ્યા હતા.

ટોચના વિશ્ર્લેષક અનુસાર ભારતમાં ચાલી રહેલા બુલ માર્કેટની વિશિષ્ટ વિશેષતા એ છે કે તે તમામ અવરોધો પાર કરી જવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય શેરબજારે ચૂંટણી, બજેટ અને મધર માર્કેટ અમેરિકન શેરબજારોનું કરેક્શન સંબંધિત તમામ ચિંતાઓને ફગાવી દીધી છે. રોકાણકારોએ બાય ઓન ડીપ્સ વ્યૂહરચના જ અપનાવી લીધી હોય એવું લાગે છે. જો કે, બજારના વિશ્ર્લેષકો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે, વેલ્યુએશનની વિસંગતતા હજુ ચાલુ છે અને વધતી જાય છે. રોકાણકારોએ ખૂબ સાવધાની રાખવી અનિવાર્ય છે. લાર્જકેપ્સના વેલ્યુએશન ખૂબ ઊંચા છે અને લાંબાગાળાના રોકાણકારો તેમાં રોકાણ કરી રહ્યા છે, છતાં આગળ જતાં લાર્જકેપ્સ પર વધુ દબાણ લાવી શકે છે.

બીએસઈ સેન્સેક્સ ગત મંગળવારના ૮૧,૪૫૫.૪૦ના બંધથી ૨૮૫.૯૪ પોઈન્ટ્સ (૦.૩૫ ટકા) વધ્યો હતો. માર્કેટ કેપ રૂ. ૧.૪૭ લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૩૮ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૮૧,૬૫૫.૯૦ ખૂલીને ઊંચામાં ૮૧,૮૨૮.૦૪ સુધી અને નીચામાં ૮૧,૪૩૪.૩૨ સુધી જઈને અંતે ૮૧,૭૪૧.૩૪ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૨૦ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૦ સ્ક્રિપ્સ ઘટી હતી.

એક્સચેન્જમાં ૪,૦૩૬ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૧૨૧ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૮૩૩ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૮૨ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૩૬૧ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૧૪ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૮૬ ટકા વધ્યો હતો અને બીએસઈ સ્મોલકેપ ૦.૧૪ ટકા ઘટ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૪૫ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૭૩ ટકા ઘટ્યા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ યુટિલિટીઝ ૧.૫૭ ટકા, પાવર ૧.૪૬ ટકા, મેટલ ૧.૧૨ ટકા, હેલ્થકેર ૦.૯૧ ટકા, કોમોડિટીઝ ૦.૭૪ ટકા, ઓટો ૦.૪૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૨ ટકા, સર્વિસીસ ૦.૪૧૭:૨૫ ૩૧-૦૭-૨૦૨૪૧ ટકા, એફએમસીજી ૦.૩૯ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૩૫ ટકા, ટેક ૦.૩૨ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૨૯ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૩ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૨ ટકા બેન્કેક્સ ૦.૧૯ ટકા અને આઈટી ૦.૦૧ ટકા વધ્યા હતા, જ્યારે રિયલ્ટી ૦.૪૧ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૧૨ ટકા અને એનર્જી ૦.૦૧ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંની સૌથી અધિક વધેલા શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૬૪ ટકા, એશિયન પેઈન્ટ્સ ૨.૫૯ ટકા, મારુતિ ૨.૨૮ ટકા, એનટીપીસી ૨.૨૫ ટકા અદાણી પોર્ટ્સ ૧.૫૬ ટકા, ભારતી એરટેલ ૧.૪૯ ટકા, આઈટીસી ૧.૦૩ ટકા ટેક મહિન્દ્ર ૦.૯૬ ટકા, સન ફાર્મા ૦.૯૫ ટકા અને કોટક બેન્ક ૦.૯૧ ટકા વધ્યો હતો.

જ્યારે સૌથી અધિક ઘટેલા શેરોમાં રિલાયન્સ ૦.૫૧ ટકા, તાતા મોટર્સ ૦.૫૧ ટકા, ઈન્ફોસિસ ૦.૪૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૩૬ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૩૧ ટકા પાવર ગ્રીડ ૦.૩૦ ટકા, એક્સિસ બેન્ક ૦.૨૪ ટકા, ટાઈટન ૦.૨૩ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૧૧ ટકા અને સ્ટેટ બેન્ક ૦.૦૩ ટકા ગબડ્યો હતો. બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૧૫૮.૪૧ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૭૫૩ સોદામાં ૧,૯૪૦ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૧૫૮.૪૧ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૨,૭૧,૦૬૧.૯૪ કરોડનું રહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે Kriti Sanon In Greece તમે પણ પાસવર્ડ ક્રિયેટ કરતી વખતે નથી કરતાં ને આ ભૂલ? બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો…