![Why did the metal index rise in the stock market between 1200? Know the reason](/wp-content/uploads/2024/03/SHARE-BAZAR-N0-2Z-780x470.jpg)
મુંબઇ: અમેરિકાના ડેટા અને વૈશ્વિક બજારો પર તેની નકારાત્મક અસરને પગલે અહી મુંબઇ સમાચાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ધારણાં અનુસાર સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો શુક્રવારે નબળા ટોન સાથે ટ્રેડ થઇ રહ્યા છે. વૈશ્વિક બજારના નબળા સંકેતોની સાથે, આજે સાંજે ટીસીએસ તેના માર્ચ ક્વાર્ટરની કામગીરીની જાહેરાત સાથે કોર્પોરેટ સેકટરની માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝનની શરૂઆત કરે એ પહેલાંની સાવચેતીનો માહોલ બજારમાં દેખાઈ રહ્યો છે.
માર્કેટ હલચલ જોઈયે તો, આજે ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત અગાઉ ટીસીએસના શેરના કામકાજમાં નીરસતા દેખાઈ રહી છે. વોડાફોન આઈડિયા 18 એપ્રિલે રૂ. 18,000 કરોડનો FPO લોન્ચ કરશે. જે એમ ફાઇનાન્શિયલ ભારતી હેક્સાકોમનું અને ગોલ્ડમેન સાશ ક્રેડિટએક્સેસ ગ્રામીણનું કવરેજ કરી રહી છે.
બજારના નિષ્ણાતો અનુસાર અપેક્ષા કરતાં વધુ ઊંચા યુએસ ફુગાવાને કારણે યુએસ બોન્ડની યીલ્ડમાં વધારો કર્યો છે. આ બાબત એફપીઆઈના પ્રવાહ માટે નકારાત્મક છે, પરંતુ તે ભારતીય બજારને અસર કરે તેવી શક્યતા નથી, કારણ કે ભારતીય બજાર સ્થિતિસ્થાપક છે.
બીજી મહત્વની બાબત એ છે કે સ્થાનિક તેજી મુખ્યત્વે સ્થાનિક તરલતા દ્વારા સંચાલિત છે અને બજારમાં ભરપૂર પ્રવાહિતા મોજૂદ છે. વાસ્તવમાં સંભવિત ઘટાડાથી બજારને મજબૂતી મળે તેવી શક્યતા છે.
આ પરિસ્થિતિમાં રોકાણકારોને નિષ્ણાતો એવી સલાહ આપી રહ્યા છે કે,જ્યાં સલામતીનું માર્જિન ઊંચું હોય એવા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બ્લુ ચિપ લાર્જકેપ ખરીદવા માટે રોકાણકારો ઘટાડે લેવાલીનો ઉપયોગ કરી શકે છે.
ગ્લોબલ માર્કેટ જોઈયે તો, એશિયન ઇક્વિટી બજારોની ગતિ શુક્રવારે ધીમી રહી હતી કારણ કે રોકાણકારોએ યુએસના અનિશ્ચિત ફુગાવાના વલણો વચ્ચે વ્યાજ દરમાં ઘટાડા અંગે ફેડરલ રિઝર્વના વલણ પર આશંકિત રહ્યા છે. અપેક્ષાઓ હવે આ વર્ષે ફેડ ફંડ રેટમાં બે ક્વાર્ટર-પોઇન્ટથી ઓછા ઘટાડા તરફ ઝુકેલી છે, જે અગાઉ ફેડ અધિકારીઓ દ્વારા અંદાજવામાં આવેલા ત્રણ કટમાંથી ઘટાડો દર્શાવે છે.
નિક્કી 225 0.5% ના ઉછાળા સાથે એશિયા પેસિફિક ક્ષેત્રમાં જાપાન સકારાત્મક રીતે બહાર આવ્યું છે. યુ.એસ.ના બજારોમાં ઉછાળાને કારણે ટેક શેરોએ ઉછાળાની આગેવાની લીધી હતી. દરમિયાન, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.39% અને સિંગાપોરનો સ્ટ્રેટ ટાઇમ્સ ઇન્ડેક્સ 0.12% ઘટ્યો હતો. બંને દેશોની કેન્દ્રીય બેંકોએ તેમની વર્તમાન નીતિઓ જાળવી રાખી છે. પ્રોપર્ટી શેરના દબાણને કારણે હેંગસેંગમાં 1.31%નો ઘટાડો થતાં હોંગકોંગે સૌથી વધુ નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો હતો. બીજી તરફ મેઇનલેન્ડ ચીનની બ્લુ ચિપ્સ સ્થિર રહી હતી.