ટોપ ન્યૂઝશેર બજાર

Niftyએ ગુમાવી 22,000ની સપાટી, જાપાન પહોચ્યું ઓલ ટાઈમ હાઈ

નિલેશ વાઘેલા

મુંબઇ: વિશ્વ બજારના મિશ્ર અને અસ્પષ્ટ વલણ સાથે સ્થાનિક બજારમાં પણ સાવચેતીના માનસ વચ્ચે પ્રોફિટ બુકિંગ ચાલુ રહેતા સેન્સેકસમાં ૪૦૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને નિફ્ટી ૨૨,૦૦૦ની નીચે સરકી ગયો છે.
ગુરુવારના સત્રમાં ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. ખાસ કરીને ઈન્ડેક્સ હેવીવેઈટ HDFC બેન્ક, ભારતી એરટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધોવાણને કારણે બેન્ચમાર્કને ખાસ્સુ નુકસાન થઈ રહ્યું છે.


દલાલ સ્ટ્રીટ વૈશ્વિક શેરબજારોના મિશ્ર સંકેતોને ટ્રેક કરી રહ્યું છે. જોકે, અમેરિકાની જાયન્ટ ચિપ મેકર કંપનીની રેવન્યુ ફોરકાસ્ટ અંદાજ કરતાં ખૂબ વધુ જાહેર થતાં તેના શેરમાં આવેલા ઉછાળા પાછળ એશિયાના બજારોમાં કરંટ જોવા મળ્યો હતો.


જાપાનનો બેન્ચમાર્ક તેની પાછળ ઉછળીને ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. પરંતું ભારતીય શેરબજારમાં મોટાભાગના સેક્ટર નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.


નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 1%થી વધુ ઘટીને ડાઉનટ્રેન્ડમાં આગળ છે. દરમિયાન, IT અને મીડિયા ક્ષેત્ર સુધારા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું.


બજારના નિષ્ણાત કહે છે કે હવે એક મહત્વપૂર્ણ વલણ ખાનગી બેંકોમાં વિશાળ ડિલિવરી આધારિત ખરીદી છે, જે હવે આ માર્કેટમાં એલિવેટેડ વેલ્યુએશન સાથે આકર્ષક રીતે મૂલ્યવાન છે. ઓવર-વેલ્યુડ મિડ અને સ્મોલમાંથી સ્વિચ કરી મોટી ખાનગી બેંકોને રોકાણકારો પસંદ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button