નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં માસિક એકસપાઈરી અગાઉ તેમ જ મહત્વના આર્થિક દેટાની જાહેરાત પહેલાં સાવચેતીનું માનસ સર્જાયું છે અને બેન્ચમાર્ક અથડાઈ ગયો છે.
ગુરુવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ એશિયાના બજારોમાં જોવા મળેલા મિશ્ર ટ્રેન્ડને ટ્રેક કરતા નિરાશાજનક વલણ સાથે ટ્રેડ થઇ રહ્યા છે, કારણ કે રોકાણકારો ચાવીરૂપ યુએસ અને સ્થાનિક આર્થિક ડેટા માટે પ્રતીક્ષા કરી રહ્યા છે.
મોટાભાગના ક્ષેત્રીય સૂચકાંકો વેચવાલીના દબાણ સાથે નીચા મથાળે સરકી ગયા છે, જેમાં મીડિયા પેક સૌથી ખરાબ પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવે છે કારણ કે તેમાં લગભગ 2% જેટલો કડાકો જોવા મળ્યો હતો.
બજારના નિષ્ણાતો અનુસાર હાઈ લેવલની વોલેટિલિટી વચ્ચે બજાર અચાનક અણધાર્યું બની ગયું છે. નિફ્ટી 22200ના સ્તરે પ્રતિકાર મજબૂત બન્યો છે. DIIની લેવાલીને કારણે વિદેશી ફંડૉની વેચવાલી સરભર થઇ જતી હોવા છતાં પાછલા સત્રમાં નિફ્ટીમાં 1% કરતાં વધુનો ઘટાડો નોંધપાત્ર બાબત છે.
આ પરિસ્થતિ માસિક સમાપ્તિના એક દિવસ આગળ પોર્ટફોલિયોના પુનઃસંતુલનની પ્રક્રિયાને કારણે સર્જાઈ છે.
આજે પણ માસિક સમાપ્તિનો છેલ્લો દિવસ હોવાને કારણે અસ્થિરતા ચાલુ રહેશે. રોકાણકારો અસ્થિરતા ઓછી થવાની રાહ જોઈ શકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને