ટોપ ન્યૂઝશેર બજાર

Stock Market Updates: સેન્સેકસમાં સાતસો નો ઉછાળો, નિફ્ટી 22,200ની નજીક

નિલેશ વાઘેલા
મુંબઇ: મજબૂત આર્થિક ડેટાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. સવારના સત્રમાં સેન્સેકસમાં સાતસો પોઇન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને નિફ્ટી ૨૨,૨૦૦ની નજીક પહોંચ્યો હતો. જોકે નિફ્ટી તેના ૨૨,૨૦૦ના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સને પાર કરવામાં હજુ સફળ રહ્યો નથી.
અપેક્ષા કરતાં વધુ ઝડપી સ્થાનિક આર્થિક વૃદ્ધિ અને અપેક્ષિત ધોરણના યુએસ ફુગાવાના ડેટાએ સેન્ટિમેન્ટને વેગ આપ્યો છે. સેન્સેક્સ 700 પોઈન્ટ જેટલો ઉછળીને 73,000ની ટોચે પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી50 22,200ની સપાટીએ હતો. બીએસઈ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3.23 લાખ કરોડ વધીને રૂ. 391.18 લાખ કરોડ થયું છે.


ક્ષેત્રીય મોરચે, નિફ્ટી ઓટો 1.2% વધ્યો કારણ કે ઓટો કંપનીઓ ફેબ્રુઆરીના વેચાણના પ્રોત્સાહક ડેટાની જાહેર કરશે એવી અપેક્ષા છે. સવારના સત્રમાં નિફ્ટી મેટલ, પીએસયુ બેંક અને ઓઈલ એન્ડ ગેસ પણ 1%થી વધુ ઉછળ્યા હતા. વ્યાપક બજારમાં પણ આ સત્રમાં ફરી સળવળાટ જોવા મળ્યો હતો.


નિફ્ટી મિડકેપ 100 0.56% વધ્યો, અને નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ0.74% આગળ વધ્યો છે. નોંધવુ રહ્યું કે નિષ્ણાતો આ વર્ગના શેરના વેલ્યુએશન માટે અનેક વખત ચેતવણી આપી ચૂક્યા છે અને સેબીએ પણ તાજેતરમાં ફંડોને સ્મોલ કેપ સંદર્ભે ચેતવણી આપી છે.


બજારના નિષ્ણાતો અનુસાર જીડીપીના પ્રોત્સાહક ડેટાએ બજારના માનસને મજબૂત ટેકો આપ્યો છે. ભારતીય અર્થતંત્ર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 8.4% વૃદ્ધિ પામ્યું હતું, જે છ ક્વાર્ટરમાં સૌથી ઝડપી ગતિ હતી.
આ ઉપરાંત મજબૂત મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીને કારણે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો હતો, કારણ કે તે અંદાજ કરતાં પણ ઉપર હતી, જેના ડેટા ગુરુવારે બજાર પછી જાહેર થયા છે. ઓટો કંપનીઓનાં માસિક સેલ ડેટાને આધારે આ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં હલચલ જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો