અફડાતફડીથી ભરપૂર સત્રમાં એક્સચેન્જના માર્કેટ કૅપમાં ₹ 40 હજાર કરોડનો વધારો... | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝશેર બજાર

અફડાતફડીથી ભરપૂર સત્રમાં એક્સચેન્જના માર્કેટ કૅપમાં ₹ 40 હજાર કરોડનો વધારો…

મુંબઇ: શેરબજારના અફડાતફડીથી ભરપૂર સત્રમાં રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન અને ઓઈલ એન્ડ ગેસ શેરો વધ્યા હતા. આઈટી ઈન્ડેક્સ સૌથી અધિક ઘટ્યો હતો. એક્સચેન્જના માર્કેટ કેપમાં રૂ. 40 હજાર કરોડનો વધારો થયો હતો.

મંગળવારે બીએસઈ સેન્સેક્સ ગત સોમવારના 74,115.17ના બંધથી 12.85 પોઈન્ટ્સ (0.0.2 ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ.0.40 લાખ કરોડ વધીને રૂ.394.25 લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ 73,743.88 ખૂલીને નીચામાં 73,663.60 સુધી અને ઊંચામાં 74,195.17 સુધી જઈને અંતે 74,102.32 પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની 15 સ્ક્રિપ વધી હતી, જ્યારે 15 સ્ક્રિપ ઘટી હતી.

Also read : ‘મહાવિતરણ’ને શેરબજારમાં લિસ્ટિંગ કરાશે: મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત

એક્સચેન્જમાં 4091 સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં 1,466 સ્ટોક્સ વધ્યા હતા, 2,506 સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે 119 સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. 60 સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે 233 સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ 0.72 ટકા વધ્યો અને બીએસઈ સ્મોલકેપ 0.70 ટકા ઘટ્યો હતો. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ 0.30 ટકા વધ્યો અને બીએસઈ એસએમઈ આઈપીઓ 1.60 ટકા ઘટ્યો હતો.

Back to top button