શેરબજારમાં હજુ મોટી ઉથલપાથલ થશે! વિદેશી રોકાણકારોના આ વલણને કારણે જોખમ વધ્યું

મુંબઈ: ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ભારતીય શેરબજારમાં મોટી ઉઠાલાપથલ (Indian stock market) જોવા મળી, જેના કારણે રોકાણકારોને મોટું નુકશાન થયું છે. ભારતીય શેર બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) દ્વારા મોટા પ્રમાણમાં કરાઈ રહેલો ઉપાડ છે. ભારતીય બજારમાં FPIs વેચાણ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી.
બે મહિનામાં મોટો ઉપાડ:
યુએસ દ્વારા કેટલાક દેશોની આયાતો પણ ટેરિફ લાદવામાં આવ્યા બાદ આ મહિનાના પેહલા બે અઠવાડિયામાં FPIs એ ભારતીય શેરબજારોમાંથી 21,272 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ, FPIs એ 78,027 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. ડિપોઝિટરી ડેટા અનુસાર, આ રીતે, FPIs એ ચાલુ વર્ષમાં શેર બજારમાંથી લગભગ 1 લાખ કરોડ રૂપિયા (99,299 કરોડ રૂપિયા) પાછા ખેંચી લીધા છે. જેના કારણે શેરબજાર સતત તૂટી રહ્યું છે.
જાણકારોનું શું કહેવું છે?
શેર બાજારના એજ જાણકારના જણાવ્યા મુજબ જ્યારે ડોલર ઇન્ડેક્સ નીચે જશે, ત્યારે FPIsના વલણમાં પણ ફેરફાર થશે. ડેટા અનુસાર, FPIsએ આ મહિનામાં (14 ફેબ્રુઆરી સુધી) અત્યાર સુધીમાં 21,272 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.
અન્ય એક જાણકારે જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર નવા ટેરિફ લાદવાની યોજના અને ઘણા દેશો પર વધુ ટેરિફ લાદવાની યોજના જાહેર કર્યા પછી બજારની ચિંતા વધી ગઈ છે. ટ્રમ્પના નિર્ણયો બાદ સંભવિત ટ્રેડ વોરનું જોખમ વધી ગયું છે, જેના કારણે FPIs ભારત સહિત ઉભરતા બજારોમાં તેમના રોકાણો પર ફરી વિચાર કરી રહ્યા છે.
Also read: શેરબજારમાં ટેરિફના ડર વચ્ચે નીફ્ટી ૨૩,૩૦૦ની નીચે સરક્યો, આગળ શું?
જાણકારોના મત મુજબ સ્થાનિક મોરચે, કંપનીઓના અપેક્ષા કરતાં નબળા ત્રિમાસિક પરિણામો અને ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડાને કારણે ભારતીય બજારમાં વિશ્વાસ ઘટ્યો છે. ગયા વર્ષે એટલે કે 2024 માં, ભારતીય શેરમાં FPI રોકાણ ફક્ત રૂ. 427 કરોડ હતું. અગાઉ 2023 માં, FPIએ ભારતીય શેરબજારમાં 1.71 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેની સરખામણીમાં, ગ્લોબલ સેન્ટ્રલ બેન્કસ દ્વારા પોલીસી રેટમાં વધારા વચ્ચે 2022 માં FPI એ રૂ.1.21 લાખ કરોડ પાછા ખેંચી લીધા હતા.