શેર બજાર

શૅરબજાર બે દિવસના સુધારા બાદ ફરી ગબડ્યું, નિફ્ટીએ ૧૯,૦૦૦ની સપાટી ટકાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મધ્યપૂર્વના વધતા ટેન્શન અને એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે શેરબજારમાં બે દિવસના સુધારા બાદ ફરી ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોમાં અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદરના નિર્ણયને કારણે સાવચેતીનું માનસ હતું. સેન્સેક્સ સત્ર દરમિયાન ૩૦૦ પોઇન્ટ નીચી સપાટીને અથડાઇને ૨૩૭.૭૨ પોઇન્ટ ગબડીને ૬૩,૮૭૪.૯૩ની સપાટીએ અને નિફ્ટી ૬૧.૩૦ પોઇન્ટ ગબડીને ૧૯,૦૭૯.૬૦ની સપાટીએ સ્થિર થયો હતો.

અમેરિકાની ફેડરલના નિર્ણયની જાહેરાત અગાઉના સાવચેતાની માનસ વચ્ચે વૈશ્ર્વિક બજારોમાં પણ નરમાઇ રહી હતી. ફેડરલ રિઝર્વ લાંબા સમય સુધી વ્યાજદર યથાવત રાખે પરંતુ ઊંચા જાળવી રાખે એવી સર્વસામાન્ય અટકળ છે. આમ છતાં તેની જાહેરાત પર સૌની નજર છે.

સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્ક ટોપ લૂઝર્સ બન્યાં હતા.

જ્યારે ટાઇટન, કોટક મહિન્દ્રા બેન્ક, એશિયન પેઇન્ટ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, એનટીપીસી, નેસ્લે અને પાવરગ્રીડ ટોપ ગેઇનર્સ બન્યાં હતા.

કોર્પોરેટ ક્ષેત્રે અને કેપિટલ માર્કેટમાં હલચલ ચાલુ રહી હતી. એનએસઈ ઈમર્જ ખાતે એસએઆર ટેલિવેન્ચર લિમિટેડ એકંદર રૂ. ૨૪.૭૫ કરોડના એસએમઈ આઈપીઓ સાથે પહેલી નવેમ્બરે પ્રવેશશે અને ભરણું ત્રીજી નવેમ્બરે બંધ થશે. એસએઆર ભારતમાં ટેલિકમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર છે. એનએસઇ ઇમર્જ પર લિસ્ટેડ થનાર આ ભરણાંના લીડ મેનેજર પેન્ટોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૫૨ અને ૫૫ છે. લઘુત્તમ બિડ લોટ ૨૦૦૦ શેરનો છે.

ટ્રાન્સસ્ટીલ સીટીંગ ટેકનોલોજીસ લિમિટેડનો એસએમઇ આઇપીઓ ૩૦મી ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશ્યો છે અને ભરણું પહેલી નવેમ્બરે આજે બંધ થશે. ઓફિસ ફર્નિચર અને ઇન્સ્ટોલેશનનું કામકાજ કરતી આ કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ રૂ. ૬૭ અને ૭૦ છે. એનએસઇ ઇમર્જ પર લિસ્ટેડ થનાર આ ભરણાંના લીડ મેનેજર પેન્ટોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે. લઘુત્તમ બિડ લોટ ૨૦૦૦ શેરનો છે.

એકંદર રૂ. ૪૬૩ કરોડનું ઇસાફ સ્મોલ ફાઇનાન્સ બેન્કનું ભરણું ત્રીજી નવેમ્બરે આવી રહ્યું છે. મિનિમમ લોટ સાઇઝ ૨૫૦ શેરની છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૫૭થી રૂ. ૬૦ નક્કી થઇ છે. ભરણું સાતમી નવેમ્બરે બંધ થશે અને શેર એનએસઇ અને બીએસઇ પર લિસ્ટેડ થશે. આવકવેરા ખાતા તરફથી કોલગેટ પામોલીવને રૂ. ૧૭૦ કરોડનો ટ્રાન્સફર પ્રાઇસિંગ ઓર્ડર મળ્યો છે.
આઇડીએફસી ફર્સ્ટ બેન્કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક તુલનાત્મક ધોરણે ૩૫ ટકાના વધારા સાથે રૂ. ૭૫૧ કરોડનો ચોખ્કો નફો નોંધાવ્યો છે, જે પાછલા વર્ષે સમાન સમયગાળામાં રૂ. ૫૫૬ કરોડના સ્તરે હતો. ઉપરોક્ત સમયગાળામં સ્ટેન્ડઅલોન ઓપરેટીંગ પ્રોફિટ રૂ. ૧૦૫૨ કરોડ સામે ૩૮ ટકાના વધારા સાથે રૂ. ૧૪૫૬ કરોડ રહ્યો હતો. ચોખ્ખી વ્યાજ આવક ૩૨ ટકા વધી રૂ. ૩૦૦૨ કરોડ નોંધાઇ છે.
બેંકિંગ અને ફાઇનાન્સ સેક્ટર માટે સોફ્ટવેર અને ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર નેટવર્ક પીપલ સર્વિસીસ ટેક્નોલોજીસ લિમિટેડે (એનપીએસટી)એ નવા મહિલા ડિરેક્ટરની નિયુક્તિ કરી છે. કંપનીના બોર્ડમાં ઇન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર તરીકે શ્રીમતી પંછી સમુથિરાકાનીની નિમણૂક થઇ છે. તેઓ ટેક્નોલોજી ડોમેન્સ અને સાયબર સિક્યુરિટીના ક્ષેત્રમાં સંસ્થાના નેતાઓને માર્ગદર્શન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે અને ડેટા સુરક્ષાના માળખાને તૈયાર કરવામાં સહાય કરશે.

બ્લો મોલ્ડિંગ, ઇન્જેક્શન મોલ્ડિંગ અને કસ્ટમાઇઝ્ડ મોલ્ડિંગના સૌથી મોટા ઉત્પાદકો પૈકીના એક મિત્સુ કેમ પ્લાસ્ટ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૪ના બીજા ત્રિમાસિક માટેના પોતાના ઓડિટેડ નાણાકીય પરિણામોમાં કુલ આવક રૂ. ૭૬.૦૧ કરોડ અને એબિટા રૂ. ૫.૪૨ કરોડ નોંધાવી છે. એબિટા મ ાજિન્ ૭.૧૬ ટકા રહ્યું છે. ચોખ્ખો નફો રૂ. ૧.૫૦ કરોડ અને તેનું માર્જિન ૧.૯૭ રહ્યું છે.

આઈકેએસ હેલ્થે યુએસ સ્થિત ટેક્નિકલ ક્લિનિકલ ડોક્યુમેન્ટેશન, મેડિકલ કોડિંગમાં અગ્રણી અને હેલ્થકેર માટે રેવન્યુ ઇન્ટીગ્રિટી સોલ્યુશન્સ પ્રોવાઈડર કંપની, એક્વીટી સોલ્યુશન્સને ૨૦૦ મિલિયન ડોલરમાં હસ્તગત કરી છે અને તે હવે આઈકેએસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બનશે. સંયુક્ત કંપનીની વાર્ષિક આવક ૩૩૦ મિલિયન ડોલરથી વધુ હશે અને તેમાં યુ.એસ.માં ૧૫૦૦૦૦થી વધુ ચિકિત્સકોના ઇન્સ્ટોલ બેઝને સેવા આપતા ૧૪૦૦૦ કર્મચારીઓનું વૈશ્ર્વિક શ્રમબળ હશે.

આ સત્રમાં જોકે નાના શેરોમાં ફરી લેવાલી જોવા મળી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૦૨ ટકાનો અને મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૨૯ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. ઓટો ઇન્ડેક્સ ૦.૫૮ ટકા અને સર્વિસ ઇન્ડેક્સ ૦.૫૩ ટકા ગબડ્યો હતો. જ્યારે કોમોડિટીઝ, યુટિલિટીઝ, ક્ધઝ્યુમર ડ્યરેબલ અને રિઅલ્ટી ઇન્ડેક્સમાં સુધારો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…