રોકાણકારોને મંગળવાર ફળશે! BSE અને NSEએ આવી શરૂઆત નોંધાવી | મુંબઈ સમાચાર

રોકાણકારોને મંગળવાર ફળશે! BSE અને NSEએ આવી શરૂઆત નોંધાવી

મુંબઈ: ગઈ કાલે શેરબજારમાં ઘટાડા બાદ આજે મંગળવારે રોકાણકારો મારે સારા સમાચાર છે. આજે મંગળવારે શેરબજારે મજબૂત શરૂઆત (Share Market Opening) નોંધાવી હતી. એહેવાલ મુજબ સવારે 9.25 વાગ્યે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક સેન્સેક્સ 387.69 પોઈન્ટના મજબૂત વધારા સાથે 78,352.68 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

આ સમયે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી (NIFTY) પણ 147.65 પોઈન્ટના ઉછાળા સાથે 23,763.65 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી બેંક પણ 317.15 પોઈન્ટના વધારા સાથે 50,239.15 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઇ રહ્યો હતો.

આ શેરોમાં ઉછાળો:
નિફ્ટી પર આજના શરૂઆતના કારોબાર મુજબ ONGC, BPCL, Tata Consumer, HCL Tech, Titan Companyના શેરમાં ઉછાળો જોવા મળ્યો, જ્યારે M&M, NTPC, અપોલો હોસ્પિટલ, એક્સિસ બેંક, પાવર ગ્રીડ કોર્પના શેરોમાં ઘટડો નોંધાયો છે. તમામ સેક્ટરમાં ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં 1 ટકાનો ઉછાળો નોંધાયો.

આ પણ વાંચો…2025માં શેરબજારમાં સંભાળજો નહીંતો…. લાખના બાર હજાર થઇ જશે

વિશ્વના અન્ય બજારોમાં વલણ:
વોલ સ્ટ્રીટ પર એનવીડિયામાં ઉછાળાને કારણે મંગળવારે એશિયન શેર્સમાં વધારો નોંધાયો હતો. જાપાનનો બેન્ચમાર્ક Nikkei 225 સવારના ટ્રેડિંગમાં 2.4% વધીને 40,248.68 પર પહોંચ્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.3% વધીને 8,279.30 પર ટ્રેડ થઇ રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 1.0% વધીને 2,513.39 પર ટ્રેડ થઇ રહ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.3% ઘટીને 19,635.67 પર ટ્રેડ થઇ રહ્યો હતો, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટમાં થોડો ફેરફાર થયો હતો, જે 0.1% કરતા ઘટીને 3,205.55 થયો હતો.

Back to top button