
મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સારી (Indian Stock Market) રહી છે. બોમ્બે સ્ટોક એક્ષચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ 262.79 પોઈન્ટના ઉછાળા સાથે 76,882.12 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જનીનો નિફ્ટી (NIFTY) 53.15 પોઈન્ટના વધારા સાથે 23,256.35 પોઈન્ટ પર ખુલ્યો.
સેન્સેક્સમાં કોટક બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, SBI, મહિન્દ્રામાં મોટો ઉછાળો નોંધાયો. બીજી તરફ, ઝોમેટો, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, મારુતિના શેરમાં ઘટાડો નોંધાયો છે.
શુક્રવારે માર્કેટ ઘટાડા સાથે બંધ થયું:
શુક્રવારે સેન્સેક્સ 423 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો જ્યારે વૈશ્વિક બજારોમાં નબળાઈ અને મોટી કંપનીઓમાં વેચવાલીથી નિફ્ટીમાં 108 પોઈન્ટનો ઘટાડો થયો હતો. નિષ્ણાતોના મતે, IT કંપનીઓ, બેંકો અને નાણાકીય શેરોમાં વેચવાલીનું દબાણ ઉપરાંત, વિદેશી ભંડોળનો સતત ઉપાડ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું. આના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો…Electoral Bonds પર પ્રતિબંધ પછી ફંડ મેળવવા રાજકીય પક્ષોએ ક્યો રસ્તો અપાનાવ્યો?
છ કંપનીઓની માર્કેટ કેપ ઘટી:
ગયા અઠવાડિયે, સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી છ કંપનીઓના માર્કેટ કેપિટલમાં રૂ. 1.71 લાખ કરોડનો ઘટાડો થયો હતો. સૌથી વધુ નુકસાન ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ક્ષેત્રની કંપનીઓ ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ને થયું. ગયા સપ્તાહે, BSE સેન્સેક્સમાં 759.58 પોઈન્ટનો ઘટાડો થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 228.3 પોઈન્ટ ઘટીને બંધ થયો.