શેરબજાર: માર્કેટની નજર ટીસીએસ પર, ત્રણ સિમેન્ટ સ્ટોક્સનું રેટિંગ ડાઉન
નીલેશ વાઘેલા
મુંબઇ: ડિસેમ્બર-ક્વાર્ટરની કમાણીની સિઝન નજીક આવતાં વૈશ્વિક બજારોના નકારાત્મક સંકેતોથી પ્રેરિત સેન્સેક્સ અને નિફ્ટી 50 ગુરુવારે નીચા ખુલ્યા હતા. સેન્સેક્સ શેરોમાં, SBI, L&T, Zomato, અદાણી પોર્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ ધોવાયા હતા. શરૂઆતના ટ્રેડિંગમાં જ આ શેરો 1.5% સુધી નીચી સપાટીએ ગબડી ગયા હતા.
બીજી તરફ કોટક મહિન્દ્રા બેંક, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ અને ઈન્ફોસીસના શેરમાં ખુલતા સત્રમાં ઉછાળો જોવા મળ્યો હતો. નોમુરાએ નબળી માંગ અને નબળા પ્રાઈસિંગ પાવર જેવા કારણો દર્શાવી ત્રણ સિમેન્ટ શેરને ડાઉન ગ્રેડ કર્યા છે, જેમાં એસીસી, શ્રી સિમેન્ટ અને નુવોકોનો સમાવેશ છે. વિશ્લેષકોએ નોંધ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટ કમાણીની સિઝન, જે આજે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ સાથે શરૂ થઈ રહી છે, તે ટૂંકા ગાળામાં બજારની દિશાને પ્રભાવિત કરે તેવી શક્યતા છે. બજારની નજર નાણાકીય પરિણામની જાહેરાત અગાઉ ટીસીએસ પર છે.
Also read: આ વર્ષે 1 ફેબ્રુઆરી શનિવારે રજૂ થશે કેન્દ્રીય બજેટ, શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ?
કોર્પોરેટ હલચલમાં અશિર્વાદ માઈક્રો ફાઈનાન્સ પરના નિયંત્રણો આરબીઆઈએ હટાવવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં 50 મેગાવોટના બેટરી એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) મળ્યા બાદ અદ્વૈત એનર્જી ટ્રાન્ઝિશનના શેરની ચકાસણી ચાલી રહી છે. મોર્ગન સ્ટેન્લીએ ₹1,662ની લક્ષ્ય કિંમત નક્કી કરી હોવાથી રિલાયન્સના શેરો ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. જગુઆર લેન્ડ રોવરના Q3 પ્રદર્શન પછી ટાટા મોટર્સના શેર્સ સ્પોટલાઇટમાં છે, જથ્થાબંધ વેચાણમાં 3% અને છૂટક વેચાણમાં 3% ઘટાડો થયો છે. TCSના શેર તેના Q3 પરિણામો પહેલા ધ્યાન આકર્ષી રહ્યા છે, જે આજે જાહેર થવાના છે