નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં ટ્રમ્પ ઈફેકટને કારણે ઉછાળો આવ્યો છે, જોકે એ ક્યાં સુધી ટકશે એ મોટો સવાલ છે. બપોર સુધીમાં સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટથી ઉપર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી ૨૩,૬૫૦ ઉપર પહોંચ્યો છે. આજે સવારે જ ખાસ કરીને પીએસયુ બેંક ઇન્ડેક્સ 2% થી વધુ ઉછળ્યો જોવા મળ્યો છે.
Also read : સેલેરી રૂ.12 લાખ છે, તો શેરબજારથી થતી વધારાની આવક પર ઇન્કમ ટેક્સ લાગશે? જાણો શું છે નિયમ
ભારતીય બેન્ચમાર્ક શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટીએ મંગળવારે, વૈશ્વિક વેપાર યુદ્ધ અંગેની ચિંતાઓને હળવી થવાથી ઉંચા મથાળે શરૂઆત કરી હતી. અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પરના તેના આયોજિત ટેરિફને અટકાવ્યા પછી એશિયન બજારોમાં જોવા મળેલા સુધારાને પ્રતિબિંબિત કરતા ભારતીય શેરબજારો સુધારા પર છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પરના ટેરિફમાં એક મહિના માટે વિલંબ કર્યા પછી અન્ય એશિયન બજારોમાં વધારો થયો હતો, જોકે ચીન પર ટેરિફનો અમલ હજુ પણ અકબંધ રાખવામાં આવ્યો છે અને તે સવારે 10:31 વાગ્યે લાગુ થવાની વાત હતી.
જ્યારે વોલ સ્ટ્રીટ ઇક્વિટી બજાર નીચા મથાળે બંધ રહ્યા હતા પરંતુ, ટ્રમ્પના નિર્ણયને પગલે તેઓ અગાઉની તુલનામાં આંશિક રીતે રિકવરી જોવા મળી હતી.
Also read : Stock Market: બજેટ સત્ર પહેલા શેરબજારમાં તેજીનો માહોલ, SENSEX અને NIFTYમાં આટલો ઉછાળો
ખુલતા સત્રમાં જ તેજીનો માહોલ હતો, જેમાં 13 મુખ્ય સ્થાનિક ક્ષેત્રોમાંથી 12 શેરોમાં વધારો જોવા મળ્યો હતો અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ તથા મિડ-કેપ ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો વધારો થયો હતો.