
મુંબઈઃ મંગળવારે ભારતીય શેરબજારની મંગળ શરૂઆત થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખૂલ્યા હતા. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 337.83 પોઈન્ટ વધીને 82,538.17 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 91.3 પોઈન્ટ ઉછળીને 25,182 પોઈન્ટ પર આવ્યો હતો.
જોકે માર્કેટ ખૂલ્યાની ગણતરીની મિનિટોમાં જ ઘટાડો થયો હતો. હાલ સેન્સેક્સ 115.87 પોઈન્ટના વધારા સાથે 82324.90 પર કારોબાર કરી રહ્યો છે.

વધનારા શેર્સ
ટાઈટન
આઈસીઆઈસીઆઈ બેંક
ટ્રેન્ટ
એક્સિસ બેંક
એચડીએફસી બેંક
ટાટા સ્ટીલ
ટીસીએસ
ઘટનારા શેર્સ
એચસીએલ ટેક
એનટીપીસી
હિન્દુસ્તાન યુનિલીવર
કોટક બેંક
પાવરગ્રિડ
મારુતિ