(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં તેજીનું જોરદાર તોફાન જોવા મળ્યું હતું અને સેન્સેક્સ ૭૧૨૪૫ના જંગી ઉછાળા સાથે નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ સ્થાન મેળવ્યું છે. વિશ્વ બજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે જીડીપીના જોરદાર ડેટાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સપ્તાહના અંતિમ સત્રમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૧૨૪૫ પોઇન્ટની જોરદાર છલાંગ સાથે ૭૩,૫૭૪ની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી જણ ૨૨,૨૦૦ની રેઝિસ્ટન્સ સપાટી વટાવતો ૨૨,૩૨૫ની સપાટી વટાવી ગયો છે.
સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૩૧૮.૯૧ પોઇન્ટ અથવા તો ૧.૮૧ ટકાના ઉછાળા સાથે ૭૩,૮૧૯.૨૧ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટીને અથડાઇને અંતે ૧૨૪૫.૦૫ પોઇન્ટ અથવા તો ૧.૭૨ ટકાના ઉછાળા સાથે ૨૨,૩૩૮.૭૫ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોચ્યો હતો, જ્યારે નિફ્ટી સત્ર દરમિયાન ૩૭૦.૫૦ પોઇન્ટ અથવા તો ૧.૬૮ ટકાના ઉછાળા સાથે ૨૨,૩૫૩.૩૦ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટીને અથડાઇને અંતે ૩૫૫.૯૫ પોઇન્ટ અથવા તો ૧.૬૨ ટકાના ઉછાળા સાથે ૨૨,૩૩૮.૭૫ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોચ્યો હતો.
ટાટા સ્ટીલ છ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સનો ટોપ ગેઇનર બન્યો હતો, જ્યારે જેએસડબલ્યુ સ્ટીલમાં ચારેક ટકાનો ઉછાળો હતો. અન્ય ટોચના વધનારા શેરોમાં લાર્સન એન્ડ ટૂબ્રો, ટાઇટન, મારુતિ સુઝુકી, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા મોટર્સનો સમાવેશ હતો. એચસીેલ ટેકનોલોજી, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા ટોપ લુઝર રહ્યાં હતાં.
Taboola Feed