બેન્ચમાર્કની એકધારી પીછેહઠ છતાં શેરબજારના એમકેપમાં મામૂલી ધસરકો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં એકધારા આઠ સત્રથી પીછેહઠ થઇ રહી હોવા છતાં મંગળવારના સત્રમાં એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓના કુલ બજાર મૂલ્યમાં સાધારણ ઘસરકો જ જોવા મળ્યો છે. પાછલા સત્રમાં તો બેન્ચમાર્કના ઘટાડા છતાં માર્કેટ કેપ રૂ. ૯૫૦૦૦ કરોડનો વધારો નોંધાયો હતો. મંગળવારના સત્રમાં મેટલ, કોમોડિટીઝ અને ઓટો સર્વાધિક વધ્યા હતા, જ્યારે ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સની ૧૭ સ્ક્રિપ્સ વધી હતી, જ્યારે ૧૩ સ્ક્રિપ્સ ઘટી હતી. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૦૪ ટકા વધ્યો અને બીએસઈ સ્મોલકેપ સ્થિર રહ્યો હતો. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૧૧ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૫૯ ટકા ઘટ્યો હતો.
સેન્સેક્સ ગત સોમવારના ૮૦,૩૬૪.૯૪ના બંધથી ૯૭.૩૨ (૦.૧૨ ટકા) પોઈન્ટ્સ ઘટ્યો હતો. સેન્સેક્સ ૮૦,૫૪૧.૭૭ ખૂલીને ઊંચામાં ૮૦,૬૭૭.૮૨ સુધી અને નીચામાં ૮૦,૨૨૦૧.૧૫ સુધી જઈને અંતે ૮૦,૨૬૭.૬૨ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪૫૧.૫૦ લાખ કરોડથી રૂ. ૦.૦૬ લાખ કરોડ ઘટીને રૂ. ૪૫૧.૪૪ લાખ કરોડ રહ્યું હતું.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ મેટલ ૧.૧૧ ટકા, કોમોડિટીઝ ૦.૬૫ ટકા, ઓટો ૦.૩ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૨૭ ટકા, બેન્કેક્સ ૦.૨૨ ટકા અને કેપિટલ ગુડ્સ ૦.૦૧ ટકા વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટેલિકોમ્યુનિકેશન ૦.૯૩ ટકા, રિયલ્ટી ૦.૭૯ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૭૮ ટકા, ટેક ૦.૫ ટકા, એફએમસીજી ૦.૩૯ ટકા, યુટિલિટીઝ ૦.૩૫ ટકા, પાવર અને ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૧૯ ટકા ઘટ્યા હતા.
એક્સચેન્જમાં ૪,૨૬૦ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૦૪૭ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૦૪૬ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૬૭ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૪૧ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૧૫૬ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ૭ સ્ટોક્સને ઉપલી જ્યારે ૬ સ્ટોકને નીચલી સર્કીટ લાગી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૪૩ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૪૧ ટકા, તાતા મોટર્સ ૧.૧૮ ટકા, બીઈએલ ૦.૯૬ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૭૬ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૬૪ ટકા, સન ફાર્મા ૦.૫૮ ટકા અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૫૮ ટકા વધ્યા હતા, જ્યારે આઈટીસી ૧.૧૯ ટકા, ભારતી એરટેલ ૧.૧૮ ટકા, ટ્રેન્ટ ૧.૧૩ ટકા, ટાઈટન ૧.૦૭ ટકા, બજાજ ફિનસર્વ ૦.૯૩ ટકા, લાર્સન ૦.૭૮ ટકા, રિલાયન્સ ૦.૭૪ ટકા, ટેક મહિન્દ્ર ૦.૭૦ ટકા અને એનટીપીસી ૦.૨૯ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૧૪૬.૦૮ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૭૮૭સોદામાં ૯૦૧ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૨૦,૬૨,૧૦૧ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૫૦,૧૪,૧૯૦.૦૩ કરોડનું રહ્યું હતું.
આ પણ વાંચો…એસએમઇ સેગમેન્ટમાં લિસ્ટિંગ સમયે નુકસાન સાથે બંધ થયેલી કંપનીઓની સંખ્યા સતત વધારો…