શેર બજાર

શેરબજાર: પ્રાઇમરી માર્કેટ માટે અડધો ડઝન કંપનીને સેબીની મંજૂરી

નિલેશ વાઘેલા
મુંબઇ: સરહદી ટેન્શન હળવું થવા સાથે શેરબજારમાં પણ સ્થિરતાની આશા બંધાતા પ્રાઇમરી માર્કેટમાં ફરી હલચલ શરૂ થઇ છે. માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી છ કંપનીઓને જાહેર ભરણાં માટે મંજૂરી મળી ગઇ છે. આ ઉપરાંત અગાઉ બજારની દશા ટેરિફ વોર અને તે પછી પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર અને સરહદી અથડામણને કારણે શેરબજાર તૂટી જવાથી પાછળ હટી ગયેલી કંપનીઓ પણ સેબી પાસે ફરી ડીએરએચપી નોંધાવી રહી છે.

મેઇન બોર્ડમાં બે જાહેર ભરણાં આવી ચૂક્યા છે અને તેમને સારો પ્રતિસાદ પણ મળ્યો છે. આમાંથી બોરાના વીવ્સ ૨૦મી મેના રોજ અને બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ ૨૧ મે, ૨૦૨૫ના રોજ મૂડીબજારમાં પ્રવેશ્યા છે. ૧૬મીએ મેઇનબોર્ડના બે ભરણાં રૂ. ૬,૩૦૦ કરોડ એકત્ર કરવા મૂડી બજારમાં પ્રવેશશે.

એજિસ વોપેક ટર્મિનલ્સ રૂ. ૨,૮૦૦ કરોડના બુકબિલ્ડિંગ આઇપીઓ સાથે ૨૬મી મેના રોજ મૂડીબજારમાં પ્રવેશ કરી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૨૩થી રૂ. ૨૩૫ પ્રતિ શેર છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે ૧૧.૯૧ કરોડ શેરનો ફ્રેશ ઇશ્યૂ છે. ભરણું ૨૮ મે, ૨૦૨૫ના રોજ બંધ થશે અને શેર બીએસઇ તથા એનએસઇ પર બીજી જૂને લિસ્ટ થશે. અરજી માટે લઘુત્તમ લોટ ૬૩ શેર છે.

આ પણ વાંચો: બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલ્યો, જાણો કંપની, લોટ સાઈઝ અને પ્રાઇઝ બેન્ડ અંગે

ધી લીલા પેલેસેસ, હોટેલ્સ એન્ડ રિસોર્ટનો રૂ. ૩,૫૦૦ કરોડના બુકબિલ્ડિંગ આઇપીઓ સાથે ૨૬મી મેના રોજ મૂડીબજારમાં પ્રવેશ કરશે. આ ઇશ્યૂ રૂ. ૨,૫૦૦ કરોડના નવા ૫.૭૫ કરોડ શેર અને રૂ. ૧,૦૦૦ કરોડના ૨.૩૦ કરોડ શેરની ઓફર ફોર સેલનું મિશ્રણ છે. ભરણું ૨૮ મે, ૨૦૨૫ ના રોજ બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૪૧૩થી રૂ. ૪૩૫ પ્રતિ શેર છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ ૩૪ શેર છે.

ઘણી કંપનીઓએ ફરી મૂડીબજાર તરફ મીટ માંડી છે. જારો ઇન્સ્ટિટ્યૂટ, શ્રી લોટસ ડેવલપર્સ, કેલિબર માઇનિંગ, યુરો પ્રતીક, જેમ એરોમેટિક્સ અને જેન્સન્સ ઇન્ડસ્ટ્રીઝને ઈંઙઘ માટે મૂડી બજાર નિયમનકાર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) તરફથી અંતિમ અવલોકન પ્રાપ્ત થયું છે. અન્ય કંપનીઓ પણ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ જમા કરાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button