
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં નરમ શરૂઆત બાદ ફરી તેજીનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ સત્ર દરમિયાન ૧,૩૦૦ પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટીએ ૧૪૧ સત્રો પછી ઓક્ટોબર ૨૦૨૪ પછી પહેલી વાર ૨૫,૧૦૦ પોઈન્ટનો આંકડો પાર કર્યો હતો. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૪ પછી પહેલી વાર નિફ્ટીએ ૨૫,૦૦૦ પોઈન્ટ પાછું મેળવતાં રોકાણકારોની સંપત્તિમાં ૪.૭૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
ઊંચા મથાળે ગયા બાદ પ્રોફિટ બુકિંગને કારણે થોડો સુધારો ધોવાયો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૧,૧૨૩.૭૫ પોઇન્ટ અથવા તો ૧.૩૮ ટકાના ઉછાળા સાથે ૮૨,૪૫૮.૪૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૩૭૫.૧૦ પોઇન્ટ અથવા તો ૧.૫૨ ટકાના ઉછાળા સાથે ૨૫,૦૪૨ પોઇન્ટની સપાટીએ બંધ થયો હતો.
છે. બપોર સુધી ફ્લેટ ટ્રેડિંગ કર્યા પછી, ભારતીય બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ ૧૫ મેના રોજ ભૂ-રાજકીય તણાવ ઘટાડા વચ્ચે ૧.૫૦ ટકાથી વધુના ઉછાળા સાથે ઝડપી નોંધાવ્યો હતો.
તેજીની આગેવાની લેનારા ક્ષેત્રો, મેટલ, આઈટી અને ઓટો સેક્ટર એકથી દોઢ ટકાના વધારા સાથે ટ્રેડ થઇ રહ્યા હતા. બપોરે ૨ વાગ્યે ટોચના શેરોમાં હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, શ્રીરામ ફાઇનાન્સ, એસીએલ ટેક, ટ્રેન્ટ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, એટરનલ, ગ્રાસિમ અને અદાણી પોર્ટ્સનો સમાવેશ હતો.
મિડકેપ શેરોમાં, ટોચના વધનારા શેરોમાં લિન્ડે ઇન્ડિયા, ઝી એન્ટરટેઇન, યસ બેંક, સ્ટાર હેલ્થ અને કોચીન શિપયાર્ડ હતા. જ્યારે ઘટનારાં ટોચના શેરોમાં મુથૂટ ફાઇનાન્સ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ટોરેન્ટ પાવર અને ડિક્સન ટેક્નોલોજીસનો સમાવેશ હતો.
આપણ વાંચો: ભારતીય શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 147 પોઇન્ટનું ગાબડું
સ્મોલકેપ શેરોમાં, ટોચના વધનારા શેરોમાં તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ, ત્રિવેણી ટર્બાઇન અને નેલકાસ્ટ હતા. જ્યારે ટોચના ઘટનારા શેરોમાં હિટાચી એનર્જી, ઈઊજઈ અને મન્નાપુરમ ફાઇનાન્સ હતા. આઇટી અને રિયલ્ટી શેરોમાં તેજી જોવા મળી છે. નિફ્ટીમાં હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, એચસીએલ ટેક્નોલોજીસ મુખ્ય શેરોમાં છે, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, સિપ્લા, ગઝઙઈ, પાવર ગ્રીડ કોર્પ, કોટક મહિન્દ્રા બેંક ગબડ્યા હતા.
ગુરુવારે ભારતના ઇક્વિટી બેન્ચમાર્ક નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા, વિશ્ર્લેષકો ફુગાવામાં ઠંડક અને યુએસ-ચીન વેપાર વાટાઘાટોમાં પ્રગતિને કારણે લાભને પગલે એકીકરણના તબક્કાની અપેક્ષા રાખી રહ્યા હતા. ઓપનિંગ સમયે, ૧૩ મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકોમાંથી નવ નેગેટિવ ઝોનમાં સરક્યા હતા, જ્યારે સ્મોલ અને મિડ કેપ સૂચકાંકો મોટાભાગે યથાવત રહ્યા હતા.
નિફ્ટી ૫૦ અને બીએસઈ સેન્સેક્સ આ અઠવાડિયામાં અત્યાર સુધીમાં અનુક્રમે ૨.૭૦ ટકા અને ૨.૪૦ ટકા વધ્યા છે અને સાત મહિનાના ઉચ્ચ સ્તરની નજીક છે. જોકે, વિશ્લેષકોના મતે, પાછલા બે સત્રોમાં જોવા મળેલું પ્રોફિટ બુકિંગ બજારની ઉર્ધ્વ ગતિને ઉચ્ચ સ્તરે ધીમી પડી શકે છે.