ટોપ ન્યૂઝવેપારશેર બજાર

શેરબજારમાં સામાન્ય તેજી જોવા મળી, આ શેરોમાં ઉછાળો નોંધાયો

મુંબઈ: આજે ગુરુવારે શેરબજાર (Share Market)ની શરૂઆત સપાટ થઇ હતી, પરંતુ શરૂઆતના ટેડમાં થોડી તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ(SENSEX) આજે 85,167.56 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં SENSEX 0.16 ટકા અથવા 139 પોઈન્ટના વધારા સાથે 85,309 પર ટ્રેડ થયો રહ્યો હતો. સવારે સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેર ગ્રીન સિગ્નલ પર અને 13 શેર red સિગ્નલ પર ટ્રેડ થઈ રહ્યા હતા.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી (NSE NIFTY) 0.13 ટકા અથવા 34 પોઇન્ટના વધારા સાથે 26,039 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટી પેકના 50 શેરોમાંથી 34 શેર ગ્રીન સિગ્નલ પર અને 16 રેડ સિગ્નલ પર જોવા મળ્યા હતા.

આ શેર્સમાં તેજી જોવા મળી:
નિફ્ટી પેક શેરોમાં મારુતિમાં સૌથી વધુ 1.52 ટકા, SBI લાઇફમાં 1.49 ટકા, ટાટા કન્ઝ્યુમરમાં 1.05 ટકા, LTI માઇન્ડટ્રીમાં 0.91 ટકા અને નેસ્લે ઇન્ડિયામાં 0.90 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય હીરો મોટોકોર્પમાં 2.27 ટકા, ONGCમાં 1.17 ટકા, હિન્દાલ્કોમાં 0.79 ટકા, પાવર ગ્રીડમાં 0.78 ટકા અને NTPCમાં 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સેકટોરલ ઇન્ડેક્સની સ્થિતિ:
સેકટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો શરૂઆતના ટ્રેડમાં નિફ્ટી આઈટીમાં સૌથી વધુ 0.88 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.02 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.46 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.04 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.12 ટકા, નિફ્ટી હેલ્થકેરમાં 0.05 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.24 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.63 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.84 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.06 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.52 ટકા, નિફ્ટી મેટલમાં 0.61 ટકા, 0.1 ટકા. નિફ્ટી મીડિયા, નિફ્ટી ઓટોમાં 0.08 ટકા અને નિફ્ટી બેન્કમાં 0.01 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button